કાંતિસેન શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મુક બધીર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા તાલીમ યોજાય
ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની મુક બધીર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયેલ. જેમાં ૧૯૦ બહેનો માટે ત્રીજી આપત્તિ નિવારણ, ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ. હરેશભાઈ ભટ્ટ , કમલેશભાઈ વેગડ તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા અપાઈ જેનું સ્થાનિક શિક્ષકોએ મુક બધીર લીપીમાં રૂપાંતર પણ કર્યું હતું.
આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામા આવેલ હતી. શાળાનાં આચાર્ય શૈલેષભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણા એ કર્યું હતુ.
Recent Comments