બાબરા તાલુકાના ચમારડી નજીક આવેલ ત્રંબોડા ગામે વર્ષો જુનું પૌરાણિક આઈ શ્રી સતી માં મંદિર આવેલ છે. જેનો ઇતિહાસ પણ રસપ્રદ છે. સતી માં એ અહી જીવતા સમાધી લીધી હોવા નુ પણ ઇતિહાસ મા જણાવવા મા આવી રહ્યુ છે. ગામજનો મા સતી આઈ પર અતુટ શ્રધ્ધા જોવા મળી રહી છે. ત્યારે હાલ આ જુના મંદિર ને પાડી ને નવા મંદિર નું નિર્માણ કાર્ય ત્રંબોડા ગામ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગામના યુવાનો, આગેવાનો દ્વારા નવા મંદિર નિર્માણ માટે ખુબ જ મહેનત કરવામા આવી રહી છે. ટુંક સમય માં મંદિર ના નિર્માણ નું કાર્ય પુર્ણ થશે. સાથે સમસ્ત ત્રંબોડા ગામ જનો દ્વારા મંદિર ના નિર્માણ મા તન,મન અને ધન થી યોગદાન આપી રહ્યા છે.


















Recent Comments