જાફરાબાદના બાબરકોટ નજીક સિંહણનો હુમલો
અમરેલી-જાફરાબાદના બાબરકોટ નજીક સિંહણ હુમલાનો મામલો આવ્યો છે.ધારસભ્ય અંબરીશ ડેર એ સિંહણ હુમલામાં બે ઇજાગ્રસ્ત યુવકોના ખબર અંતર પૂછ્યા હતા. સિંહણ હુમલા વખતે રામજીભાઈએ સિંહણનો બહાદુરી પૂર્વક સામનો કરી સિંહણને ભગાડી-અંબરીશ ડેર.સિંહો દેશની શાન છે, અગાઉ સિંહોની સંખ્યા વધી હતી છતાં સિંહો માટે સરકાર પૂરતા પગલાં લે.
સિંહો દ્વારા ક્યારેક માનવો પર થતા હુમલાઓ પર અંબરીશ ડેર એ ચિંતા વ્યક્ત કરી છે. અંબરીશ ડેર એ મિત્રને બચાવવા માટે રામજીભાઈની દિલેરીને અભિનંદન પાઠવ્યા હતા. સિંહો માટે સેન્ચ્યુરી કરવાની માંગ ધારાસભ્ય અંબરીશ ડેર કરી હતી. સિંહોને ગામથી દૂર કરવા બાબરકોટ સરપંચ અનક સાંખટે માંગ કરી હતી.
Recent Comments