સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારી મિટિંગ મળી
આજરોજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને મળેલ. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સુચના અનુસાર સંગઠનને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના ઘર સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને ખાસ ભલામણ કરવામાં આવી.
તાલુકાનું સંગઠન વિશ્વાસ સાથે આગામી ચૂંટણી જીતવા કટિબધ છે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના મંત્રીશ્રી કિશોરભાઈ તેરૈયાએ જણાવેલ કે આમ આદમી પાર્ટી છેતરામણી અને લોભામણી પાર્ટી છે આથી પાર્ટી છોડી હું આજથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી આદર્શ પાર્ટીનો સૈનિક કાર્યકર બન્યો છું અને ભાજપ માટે સેવાની પ્રવૃત્તિમાં જોડાવું છું. બેઠકમાં કાર્યકર્તા અને તેમના સગા વહાલા ના નિધન પર પાર્ટી એ શોક વ્યક્ત કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપેલ.સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી ગુજકોમાસોલના બિનહરીફ ચેરમેન બનતા તેમજ શ્રી દીપકભાઈ માલાણી ઇફકો કિસાન સેવા ટ્રસ્ટના ડિરેક્ટર બનતા અભિનંદન નો ઠરાવ પસાર કરેલ.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, સહકાર અગ્રણી શ્રી દિપકભાઈ માલાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી ચેતનભાઇ માલાણી, શ્રી નીતિનભાઈ નગદીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાહુલભાઈ રાદડિયા,શ્રી શરદભાઈ ગોદાની, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી લલીતભાઈ બાળધા, તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ. સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ કારોબારીને શુભેચ્છા પાઠવેલ હતી. સાવરકુંડલા તાલુકા મહામંત્રી શ્રી ચેતનભાઇ માલાણી ની અખબાર યાદી માં જણાવેલ.
Recent Comments