fbpx
બોલિવૂડ

નસીરુદ્દીન શાહે પોતાનો ૭૨મો જન્મદિવસ ઉજવ્યો

બૉલિવૂડના તેજસ્વી કલાકાર નસીરુદ્દીન શાહની એક્ટિંગના વખાણ કરતા લોકો થાકતા નથી. નસીરુદ્દીન શાહ સિનેમા જગતના એવા સ્ટાર્સમાંથી એક છે જેમની ચમક સમયની સાથે સતત વધી રહી છે. તેમના અભિનયનું સ્તર અલગ છે. તેમણે હીરોની જેમ અભિનય કર્યો ન હતો પરંતુ અભિનેતાની જેમ અભિનય કર્યો હતો. બૉલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહ આજે તેમનો ૭૨મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને અડીને આવેલા જિલ્લા બારાબંકીમાં થયો હતો. તેમના જન્મદિવસના અવસર પર અમે તમને જણાવીએ તેમના પ્રેમ અને લગ્ન વિશે નસીરુદ્દીન શાહને બાળપણથી જ ફિલ્મો જાેવાનો શોખ હતો.

તે ફિલ્મોમાં પણ કામ કરવા માંગતા હતા પરંતુ તે ના ફિલ્મોમાં આવવાનુ એક કારણ એ હતુ કે તે ભણવા માંગતા નહોતા. એક ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે કહ્યુ હતુ કે તેઓ અભ્યાસમાં ખૂબ નબળા હતા. આ બાબતે તેઓ શિક્ષકોનો માર ખાતા હતા. તે સમયે તેમણે વિચાર્યુ કે તેમણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવી જાેઈએ જેથી અભ્યાસ ન કરવો પડે. તે સમયે તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. જ્યારે તેમનો અભ્યાસ પૂરો થઈ ગયો અને પિતાએ પૂછ્યુ કે આગળ શું કરવુ છે ત્યારે તેમણે કહ્યુ કે તેને અભિનયમાં કારકિર્દી બનાવવી છે. એક્ટર નસીરુદ્દીન શાહે ૧૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા.

તેમણે એક પાકિસ્તાની છોકરી પરવીન (મનારા) સાથે લગ્ન કર્યા હતા જે તે સમયે ૩૪ વર્ષની હતી અને તેની સાથે અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. લગ્નના માત્ર ૧૦ મહિના પછી જ તેની પત્નીએ એક પુત્રી હીબાને જન્મ આપ્યો પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહિ અને પરવીન પુત્રીને લઈને ભારત છોડીને પાકિસ્તાન પાછી ચાલી ગઈ. રત્ના પાઠક અને નસીરુદ્દીન શાહની પહેલી મુલાકાત વર્ષ ૧૯૭૫માં થઈ હતી. બંને પહેલીવાર થિયેટરમાં એક નાટક માટે મળ્યા હતા. આ નાટકનુ નામ હતુ સંગમ સે સન્યાસ તક. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા પણ લગ્ન કરવા આસાન નહોતા.

હકીકતમાં નસીરુદ્દીને તેની પહેલી પત્ની પરવીનને તલાક આપ્યા ન હતા. આવી સ્થિતિમાં તે રત્ના પાઠક સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યા. પરવીનથી છૂટાછેડા પછી તેમણે રત્ના પાઠક સાથે લગ્ન કર્યા. નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકને બે પુત્રો છે ઈમાદ અને વિવાન. નસીર અને પરવીનની પુત્રી હીબા પણ તેમની સાથે રહે છે. નસીરુદ્દીન શાહે વર્ષ ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘નિશાંત’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પરંતુ તેના કારણે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીએ તેમના માટે દરવાજા ખોલી દીધા. આ ફિલ્મ પછી તેણે ‘મંથન’, ‘ભૂમિકા’, ‘સ્પર્શ’ અને ‘જુનૂન’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. નસીરુદ્દીન શાહે પોતાની કારકિર્દીમાં ઘણા રસપ્રદ પાત્રો ભજવ્યા છે. નસીરુદ્દીન શાહને ‘સ્પર્શ’ અને ‘પાર’ જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલુ જ નહિ તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પણ મળી ચૂક્યા છે. નસીરુદ્દીન શાહે માત્ર ફિલ્મો જ નથી કરી પરંતુ ‘મિર્ઝા ગાલિબ’ અને ‘ભારત એક ખોજ’ જેવા શો સહિત ઘણા ટીવી શો પણ કર્યા છે.

Follow Me:

Related Posts