ઓસ્ટ્રેલિયામાં સફાઈકર્મીઓને મહિને ૮ લાખનું પેકેજ આપી રહી છે કંપની…
ઓસ્ટ્રેલિયામાં હાલ સ્વીપરની ખુબ અછત છે. આ કારણે ત્યાં સ્વીપરના પગારમાં જબરદસ્ત વધારો જાેવા મળી રહ્યો છે. સ્વીપરની અછથ હોવાના કારણે કંપનીઓ સફાઈકર્મીઓને વધારાની રજાઓ સાથે અનેક સુવિધાઓ પણ આપી રહી છે. સ્થિતિ એવી છે કે એક કંપની સ્વીપરની જાેબ માટે ૮ લાખ રૂપિયા પ્રતિ માસ સુધીનું પેકેજ ઓફર કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી સફાઈ કંપની એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સે સફાઈકર્મીઓ માટે અનેક પેકેજની જાહેરાત કરી છે.
જાે કોઈ આ જાેબ કરવા માંગતું હોય તો તેણે ઈન્ટરવ્યું આપવો પડશે. ત્યારબાદ ૭૨ લાખથી એક કરોડ વચ્ચે તેને પેકેજ આપવામાં આવશે. એટલું જ નહીં સફાઈકર્મીઓને અઠવાડિયામાં બે દિવસ રજા પણ મળશે. અન્ય કર્મચારીની જેમ સ્વીપરે પણ ૫ દિવસ કામ કરવાનું રહેશે. આ સાથે જ સફાઈકર્મીઓએ દિવસમાં ૮ કલાકથી વધુ કામ કરવું પડશે નહીં. એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સના મેનેજિંગ ડાઈરેક્ટર જાે વીસે જણાવ્યું કે કંપનીને હાલ સફાઈકર્મી મળી રહ્યા નથી.
જેને જાેતા કંપનીએ આ ઓફર લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે જાે કોઈ સફાઈકર્મી ઓવરશિફ્ટ કામ કરવા માંગતો હોય તો તેને ૩૬૦૦ રૂપિયા પ્રતિ કલાક મળશે. સફાઈકર્મીઓની શોધમાં કંપની નવી નવી જાહેરાતો બહાર પાડી રહી છે. આમ છતાં સ્વીપરનું કામ કરનારા લોકો મળતા નથી. અનેક લોકો સ્વચ્છતા એટલે કે સ્વીપર અને પટાવાળાનું કામ નાનું ગણતા હોય છે. સ્વીપરના કામનો પગાર પણ ઓછો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સ્વીપરનું કામ કરનારા લોકોને બંપર પગાર મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ સ્વીપરની જાેબ માટે અહીં ૮ લાખ રૂપિયા પ્રતિ માસ પગારનું પેકેજ મળી રહ્યું છે. આમ છતાં કોઈ પણ કામ કરવા તૈયાર નથી.
Recent Comments