fbpx
ગુજરાત

સુરત જિલ્લામાં અલગ અલગ બનાવમાં ૩ લોકોએ ગળેફાંસો ખાદ્યો

સુરતના પાંડેસરા આશાપુરી સોસાયટીની પાછળ ગોવાલક નગરમાં રહેતી ૧૮ વર્ષીય પૂજા રંજનભાઇ ડાકુવાએ પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પૂજાના પિતા રંજનભાઈ ૧૫ દિવસથી તેના વતન ગયા છે. પૂજાની માતા સ્કૂલમાં સાફ-સફાઈનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પૂજાએ કયા કારણોસર પગલું ભર્યું તે પોલીસ જાણી શકી હતી. ફાંસો ખાઇને આપઘાત કરવાના બનેલા અન્ય બનાવમાં સલાબતપુરા આંજણા ફાર્મ નજીક જય ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં કામ કરીને ત્યાં જ પતરાની રૂમમાં રહેતા ૨૨ વર્ષીય જાવીદ મોહમ્મદ ખાને પોતાના રૂમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જાવિદે વતનમાં રહેતા પરિવાર સાથે ફોન પર વાત કર્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. જાવીદ ખાને તેના વતનમાં કોઈ બાબતને લઈને બોલાચાલી થયાં બાદ માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શહેરમાં બનેલા આત્મહત્યા કરવાના ત્રીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતા ૩૦ વર્ષિય સુહેલ યુનુસભાઈ પટેલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુહેલ પટેલે પોતાના ઘરે ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. સુહેલ પટેલ અન્ય યુવતી સાથે રહેતો હોવાથી ચાર વર્ષ પહેલાં જે તેની પત્ની તેને છોડી જતી રહી હતી. સુહેલ પટેલ પત્નીને તેની સાથે પરત ઘરે આવવા માટે અવારનવાર કહેતો હતો.

પરંતુ સામા પક્ષે સુહેલ પટેલની પત્ની તેની સાથે જવા માટે રાજી ન હતી. જેના પગલે સુહેલ કંટાળીને ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.શહેરમાં આપઘાતના અલગ અલગ ત્રણ બનાવમાં પાંડેસરાની યુવતી સલાબતપુરાના યુવક તેમજ અમરોલી વિસ્તારમાં રહેતા યુવાન રીક્ષા ચાલકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ત્રણે બનાવવા અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts