સલમાન ખાનને ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે હથિયારનું લાયસન્સ માટે એપ્લાય કર્યું
બોલીવુડ એક્ટર સલમાન ખાન ઘણા વર્ષોથી ગેંગસ્ટરના નિશાના પર છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગેંગસ્ટર બિશ્નોઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, એક્ટરને મારવાનો પ્લાન તો ૨૦૧૮ માં જ બન્યો હતો, પરંતુ કોઈ કારણથી તે પ્લાન ફેલ થઈ ગયો. હવે તાજેતરમાં થોડા દિવસ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક લેટર મળ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી કે સલમાન અને તેમને સિદ્ધુ મુસેવાલા બનાવી દેશે. એટલે કે તેમને મારી નાખશે. આ ધમકી બાદ ભાઈજાનની સુરક્ષા એકદમ વધારી દેવામાં આવી છે. સલમાન ખાન સેલ્ફ પ્રોટેક્શન, એટલે કે પોતાી સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે એપ્લાય કર્યું છે. મુંબઇ પોલીસે આ મામલે જાણકારી આપી છે.
સલમાન ખાન આજે પોલીસ કમિશનર વિવેક ફંસલકરથી મળ્યા હતા જે બાદ ચર્ચાનો વિષય બન્યો હતો કે આખરે ભાઈજાન મુંબઇ પોલીસ કમિશનરને કેમ મળ્યા હતા? હવે મુંબઇ પોલીસે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાજેરતમાં ધમકી ભર્યો લેટર મળ્યા બાદ અભિનેતા સલમાન ખાને મુંબઇ સીપી કાર્યાલયમાં સેલ્ફ પ્રોટેક્શન માટે હથિયાર લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું. થોડા સમય પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે જાેગિંગ પર ગયાહતા. ત્યાં તેઓ જે બેંચ પર બેઠા હતા ત્યાં તેમને એક પત્ર મળ્યો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લેટરમાં લખ્યું હતું કે, સલમાન ખાનને પણ સિદ્ધુ મુસેવાલા કરી દઇશું.
આ પત્ર સલીમ ખાનને પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પછી મળ્યો હતો. આ લેટર બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, તેનાથી સલમાન ખાનની રૂટિન લાઈફમાં કોઈ ફેરફાર આવ્યો નથી. એક્ટર સતત તેમની અપકમિંગ ફિલ્મોનું શૂટિંગ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. લોરેન્સે પોતે આ વાતનો સ્વિકાર કર્યો છે. ગેંગસ્ટરે તો એમ પણ કહ્યું કે, સલમાન આજથી થોડા વર્ષ પહેલા ૨૦૧૮ માં પણ તેના નિશાના પર હતો, પરંતુ ત્યારે તે બચી ગયો. જાેકે, લોરેન્સ હાલ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.
Recent Comments