બોલિવૂડ

તુલસીદાસ જુનિયર ફિલ્મ રીલિઝ પહેલા જ રાજીવ કપૂરનું નિધન થયું હતું

‘તુલસીદાસ જુનિયર’એ નેશનલ ફિલ્મ એવોર્ડ્‌સ ૨૦૨૨ માં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ દિવંગત એક્ટર રાજીવ કપૂરની છેલ્લી ફિલ્મ છે. કપૂર ખાનદાનના જાણીતા સભ્ય રાજીવ કપૂરે લગભગ ૩૦ વર્ષ બાદ પરદા પર વાપસી કરી હતી. જાેકે, આ ફિલ્મના રીલિઝ પહેલા તેમનું નિધન થયું. આ ફિલ્મ ૨૧ મે ૨૦૨૨ ના ટીવી પર રીલિઝ થઈ હતી. તેના બે દિવસ પહેલા તેને નેટફ્લિક્સ પર રીલિઝ કરવામાં આવી હતી.

તુલસીદાસ જુનિયરમાં રાજીવ કપૂર સાથે ચાઈલ્ડ એક્ટર વરૂણ બુદ્ધદેવ અને એક્ટર સંજય દત્ત પણ જાેવા મળી રહ્યો છે. એક્ટર દલીપ તાહિલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મની સ્ટોરી એક તુલસીદાસ નામના એક સ્નૂકર પ્લેયર પર આધારીત હતી. તુલસીદાસ તેમના પુત્ર માટે સ્નૂકર રમે છે. તુલસીદાસ એક ટૂર્નામેન્ટમાં તેમના દુશ્મનથી હારી જાય છે. ત્યારબાદ તેમનો પુત્ર મૃદુલ તુલસીદાસ એટલે કે તુલસીદાસ જુનિયર આ ટૂર્નામેન્ટમાં પોતાના પિતા માટે રમે છે અને જીતે છે. આ ફિલ્મને ડાયરેક્ટર મૃદુલ મહેન્દ્ર તુલસીદાસે બનાવી હતી.

ફિલ્મની સ્ટોરી મૃદુલના જીવનની સ્ટોરી પર આધારીત હતી. તેમણે આ સ્ટોરી લખી હતી અને તેના સ્ક્રીન પ્લેને પણ તૈયાર કર્યા હતા. આશુતોષ ગોવારિકરે પણ સ્ક્રીન પ્લેમાં મૃદુલનો સાથ આપ્યો હતો. ટી-સીરિઝના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મને બનાવવામાં આવી હતી. તુલસીદાસ જુનિયરથી પહેલા રાજીવ કપૂરને ૧૯૯૦ માં આવેલી ફિલ્મ જિમ્મેદારમાં જાેવામાં આવ્યા હતા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રાજીવ કપૂરને હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું હતું.

તેઓ ત્યારે તેમના ભાઈ રણધીર કપૂરના ઘરે હતા. તેમની ઉમર ૫૮ વર્ષ હતી.નેશનલ ફિલ્મ એવોર્ડ ૨૦૨૨ ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. આ એવોર્ડ શોમાં અજય દેવગણની ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ અને સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ સૂરારાઈ પોટ્રુને ફિચર કેટેગરીમાં મોટી જીત મળી છે. આ ઉપરાંત વધુ એક ફિલ્મ હતી જેણે નેશનલ એવોર્ડ જીતી લોકોને ખુશ કરી દીધા છે સાથે જ ફેન્સને ચોંકાવી દીધા છે. આ ફિલ્મ છે ‘તુલસીદાસ જુનિયર’.

Related Posts