કોફી વિથ કરણની સિઝન ૭માં ગેસ્ટ અક્ષયકુમારે અનેક ખુલાસા કર્યા
બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમાર અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુની સાથે કોફી વિથ કરણની સિઝન ૭માં ત્રીજા એપિસોડમાં ગેસ્ટ બનીને પહોંચ્યા હતા, જ્યાં શોના હોસ્ટ કરણ જાેહરે બંને મહેમાનો સાથે ઘણી વાત કરી. કરણે આ દરમિયાન અક્ષયને તેની કરિયરની સાથે તેની પર્સનલ લાઈફ વિશે પણ સવાલ કર્યા, જેનો એક્ટરે સારી રીતે જવાબ પણ આપ્યો. શો દરમિયાન અક્કીએ ખુલાસો કર્યો કે તે પોતાની પત્ની ટિ્વંકલ ખન્નાને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરે છે અને તેના પગે પડે છે. કોફી વિથ કરણની સિઝન ૭નો ત્રીજાે એપિસોડ ઘણો મજેદાર રહેશે. અક્ષય કુમાર અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુએ મસ્તીની સાથે કરણના સવાલોના જવાબ પણ આપ્યા હતો.
કરણે જ્યારે અક્ષયને પૂછ્યું કે તે પોતાની પત્ની ટિ્વંકલ ખન્નાના કામ અને કરિયરને સપોર્ટ કેવી રીતે કરે છે? એક્ટરે તેનો જવાબ ખાસ અંદાજમાં આપ્યો. અક્ષયે કરણના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, ટિ્વંકલ એક એક્ટ્રેસ હતી, પરંતુ પછી તેણે નવલકથાકાર અને કટારલેખક બનવાની ઈચ્છા થઈ અને કરિયરની એક મોટી છલાંગ લગાવી. અક્ષયે કહ્યું કે તે તેનું સમર્થન કરે છે પરંતુ તેને રાજનીતિ, સામાજીક મુદા પર હંમેશાં પોતાના વિવાદાસ્પદ વલણને ઓછું કરવા માટે કહે છે. તે કેવી રીતે પોતાની પત્નીની મદદ કરે છે એ જણાવતા અક્ષય કુમાર જણાવે છે કે, જ્યારે પણ તે કંઈક લખે છે, હું તેને સમજાવવાનો પ્રયાસ કરું છું પ્લીઝ લાઈન ક્રોસ ન કરતી. હું તેના પગે પડું છું, હાથ જાેડું છું કે તેનાથી મુશ્કેલી થશે અને તેને સમજાવવામાં ૨-૩ કલાક લાગી જાય છે.
કરણ પછી કહે છે કે ટિ્વંકલને જાે કે તેનાથી કોઈ ફરક નહીં પડ્યો હોય અને તે હજી પણ લખતી હશે. આ વિશે અક્ષયે કહ્યું કે પછી તે થોડી શાંતિથી લખે છે. અક્ષય આગળ જણાવે છે કે તે તેની કોપી એડિટ કરે છે, પરંતુ હાથ જાેડી, ભીખ માગી. અક્ષયની વાત સાંભળી સમાંથા અને કરણ જાેહર પોતાનું હસવાનું રોકી નથી શકતા. જ્યારે રેપિડ ફાયરમાં કરણે તેને પૂછ્યું કે એક સેલેબનું નામ જણાવો, જેને તે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરે છે.
આ વિશે તેણે પોતાની પત્ની ટિ્વંકલ ખન્નાનું નામ લીધું. અક્ષય કુમારે કહ્યું, મારી પત્નીનું ઈન્સ્ટાગ્રામ છે, તમે લોકો નથી જાણતા કે તે શું લખવા જઈ રહી છે. તેથી મારે દરેક સમયે સાવધાન રહેવું પડે છે. મારે હંમેશાં સ્ટોકિંગ કરતા રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે ટિ્વંકલ અને અક્ષયના લગ્નને ૨૧ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંનેને બે બાળકો છે. બંને બોલિવૂડના પાવર કપલ્સમાંનાં એક છે.
Recent Comments