અમરેલી જિલ્લાની આસાપાસના કેન્દ્રો પરથી કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિરાસ નિગમના એમ્પોરિયા પરથી રાષ્ટ્રધ્વજની ખરીદીનો વિકલ્પ
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બને તે માટે નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા આહ્વવાન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાકલને ઝીલતા સમગ્ર દેશમાં ઝીલી લેવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રત્યેક ઘર, નગર, દુકાન, સંસ્થા, કચેરી સહિતનાં પ્રતિષ્ઠાનો અને એકમો પર તિરંગો લેહરાવવાની અપીલ કરવામાં આવી છે. નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાષ્ટ્રધ્વજની ઓનલાઈન ખરીદી કરી શકે તે માટે પણ વિકલ્પ ઉપલબ્ધ છે. આ ખરીદી કરવા માટે www.khadiindia.gov.in અને www.kviconline.gov.in પોર્ટલ પર ‘buy khadi products’ ઓપ્શન વેચાણ હેતુસર ઉપલબ્ધ છે. નાગરિકો આ ઓનલાઈન સુવિધા પરથી રાષ્ટ્રધ્વજ ખરીદી કરી શકે છે.
રાષ્ટ્રધ્વજની સ્થળ પરથી ખરીદી માટે રાજ્યની ખાદી કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓમાં અમરેલી જિલ્લાની નજીક ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ, રાણપુર, ધંધુકા રોડ, મુ. રાણપુર, જિલ્લો બોટાદ-૩૮૨૨૪૫, ગ્રામ નિર્માણ સમાજ- મહુવા, ખાદી ગ્રામોદ્યોગ ભવન, મુ. મહુવા, જિલ્લો ભાવનગર – ૩૬૪૨૯૦, શ્રી સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ, શિહોર ગર્લ્સ હાઈસ્કૂલ સામે, ભાવનગર-રાજકોટ રોડ, મુ.શિહોર, જિલ્લો ભાવનગર-૩૬૪૨૪૦, ખાદી ગ્રામોદ્યોગ સંઘ, સમન્વય, કૃષ્ણનગર મેઈન રોડ, જયંત સોસાયટી, મવડી પ્લોટ, રાજકોટ-૩૬૦૦૦૨૪, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, શેઠ દરબાર ગોપાલદાસ સ્મારક ભવન, રાષ્ટ્રીય શાળા પ્રાંગણ, મુ. જિલ્લો રાજકોટ, ઉદ્યોગ ભારતી-ગોંડલ, ઉદ્યોગ ભારતી ચોક, મુ. ગોંડલ જિલ્લો રાજકોટ પરથી ખરીદી કરી શકાશે
Recent Comments