વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૨૩ જુલાઈનાં નોંધાયેલ ગુન્હાના અનુસંધાને યુવક જે હોડીમાં મચ્છીમારીની મજુરીએ આવતો હોય તેના માલિકની દીકરી સાથે સંપર્ક કેળવી પ્રથમ મિત્રતા બાંધી, લગ્નની લાલચ આપી તેના કાકીના ઘરે કોઇ ન હોય ત્યાં લગ્ન કરવાનું નક્કી કરવાનું કહી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પણ ૩ વખત દુષ્કર્મ આચરી ગર્ભ રહી જતા આ શખ્સને લગ્ન કરવાનું કહ્યું હતું.
મારા લગ્ન થઈ ગયા છે અને ચાર બાળકો છે. તારી સાથે લગ્ન કરવા નથી. તારે જ્યા જવુ હોય ત્યાં જા એમ કહી તરછોડી દીધી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી સીટી પીઆઈ એસ.એમ. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસએચઈ ટીમના ઈન્ચાર્જ આર.એચ. સુવ અને વિજયભાઈ, દિપકભાઈ, હર્ષદભાઈ, નમ્રતાબેન, જિગ્નાબેન સહિતના સ્ટાફે બાતમીનાં આધારે વોંચ ગોઠવી રાજુ જુસભ ભાડેલા (રહે. વેરાવળ)ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments