fbpx
બોલિવૂડ

દિપને ભાનના નિધન બાદ પ્રાર્થના સભામાં શુભાંગી આસુ રોકીના શકી

દિપેશ ભાન આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. ‘ભાભીજી ઘર પર હૈ’ની આખી ટીમ તેમના નિધનથી આઘાતમાં છે. શોના કલાકાર અને ટીમ દિવંગત દિપેશની યાદમાં સોમવારે પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. ઘણા કલાકાર આ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. પ્રાર્થના સભામાં દિપેશની એક તસવીર રાખવામાં આવી હતી, જેના પર હાર ચઢાવવામાં આવ્યો હતો અને ફોટોની આગળ ફૂલની પાંખડીઓ રાખવામાં આવી હતી. તેમની તસવીર પર હાર જાેઈ શોમાં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનાર શુભાંગી અત્રે રડી પડી હતી.

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પ્રાર્થના સભામાં શુભાંગી અત્રે જેવી દિપેશ ભાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી, ત્યારે તસવીર જાેઈ તેની આંખોમાં આસુ આવી ગયા હતા. તે રડવા લાગી હતી. શોમાં તેનો ઓનસ્ક્રીન પતિ મનમોહન તિવારીની ભૂમિકા નિભાવનાર રોહિતાશ ગૌડ પણ ભાવુક થઈ ગયો હતો. અભિનેતા કિકૂ શારદા પણ સોમવારે મુંબઈમાં યોજાયેલ પ્રાર્થના સભામાં સામેલ થઈ હતી. શુભાંગીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર દિપેશ ભાનની તસવીર શેર કરી. તેણે તસવીર શેર કરતા “ઓમ શાંતિ” લખ્યું. દિપેશ ભાન ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેઓ શનિવારે સવારે ક્રિકેટ રમતા સમયે પડી ગયા હતા. હોસ્પિટલમાં ડૉક્ટર્સ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેમના પરિવારમાં પત્ની અને એક ૧૮ મહિનાનો બાળક છે. દિપેશે ‘એફઆઈઆર’, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘મે આઈ કમ ઈન મેડમ’ જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેઓ ૪૧ વર્ષના હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ના મેકર્સ બિનેફેરર કોહલીએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે તેઓ પોતાને ઓવરએક્સર્ટ કરવા માટે જાણીતા હતા. ૨૩ જુલાઈના રોજ દીપેશ ભાન સવારે પોતાના ફ્લેટની નીચે મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો.

તેણે એક આખી ઓવર બોલિંગ કરી હતી. દીપેશ કેપ લેવા નીચે નમ્યો ત્યારે એ પડી ગયો હતો. તેને તાત્કાલિક ભક્તિ વેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના ઘરથી માત્ર પાંચ મિનિટના અંતરે આ હોસ્પિટલ આવેલી છે, પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. એક્ટર આસિફ શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીપેશનું બ્રેન હેમરેજને કારણે મૃત્યુ થયું હતું.

Follow Me:

Related Posts