fbpx
ભાવનગર

લઠ્ઠાકાંડમાં દોષિતોને કડક સજા થવી જોઈએ , ખરા અર્થે નશામુક્ત ગુજરાત બને એવો સંકલ્પ લઈએ  : સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

રાજ્યમાં દારૂબંધી નામ મંત્રની,લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોટ થી સ્તબ્ધ છીએ,મૃતકોના પરિવાર સાથે અમારી સાંત્વના ,દોષિતોને કડક સજા થવી જોઈએ , ખરા અર્થે નશામુક્ત ગુજરાત બને એવો સંકલ્પ લઈએ  : સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી. બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે.અને 50 થી વધુ લોકો ની હાલત ગંભીર છે જે સારવાર હેઠળ છે,અને હજુ પણ મૃત્યુ આંક વધે તેવી સંભાવનાઓ છે,ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કલ્પેશ પારેખજીએ આ ઘટના પરદુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ ઘટના થી આખું રાજ્ય સ્તબ્ધ છે,મૃતકોના પરિવાર જનો ને કઈ રીતે સાંત્વના પાઠવીએ તે સમજાતું  નથી .

આ લઠ્ઠાકાંડ ના તમામ દોષિતોને કડક માં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરીયે છીએ,આ ઘટનાને લઇ રાષ્ટ્રીય મંત્રી શ્રી જીગરકુમાર કોઠિયાએ જણાવ્યું હતું કે આ લઠ્ઠાકાંડ થી થયેલા આટલા બધા નાગરિકોના મૃત્યુ નું દુઃખ છે,નશાની બદીને નાબૂદ કરવા વિશેષ પગલાં લેવાની જરૂર છે, આ લઠ્ઠાકાંડના તમામ આરોપીઓને કડક સજા આપી ઉદાહરણ પૂરું પાડવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ના થાય, તમામ નાગરિકોએ નશાની બદી થી દૂર રેહવું જોઈએ, અને નશામુક્ત અભિયાન ચલાવી આપણે રાજ્ય અને દેશને નશામુક્ત કરીએ.દારૂ બંધી નો કડક અમલ થાય અને પોલીસ આ મુદ્દે પારદર્શિતા થકી દારૂબંધીનો કડક અમલ કરાવે તેવી માંગ છે,અને નશા થી દૂર રહેવા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરે છે.

Follow Me:

Related Posts