બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં રહેતા નારણભાઈ જાેગરાણાનો પુત્ર વિશાલ ગત તા. ૨૫ના પોતાના ઘરની સામે આવેલી ખોડીયાર કિરાણા સ્ટોર ખાતે માવો ખાવા ગયો હતો ત્યારે સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નં.જીજે ૦૩ એમએચ ૧૧૧૧ લઈને આવેલા જયરાજ વાળા, ઉદય પ્રદિપભાઇ ગોવાળીયા (રહે. બ્રાહ્મણ સોસાયટી, બોટાદ) અને બીજા ત્રણ અજાણ્યા હુમલાખોરોએ મારી નાખવાના ઇરાદે યુવક ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમા યુવાનનો આબાદ બચાવ થયો હતો જયારે પોતાના પર ફાયરિંગ થતાં યુવક જીવ બચાવવા માટે નાસી જતા હુમલાખોરો ઘરના દરવાજા ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા.
આ ઘટનાને લઇ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જયારે બનાવની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે વિશાલ નારણભાઈ જાેગરાણાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉદય પ્રદીપભાઈ ગોવાળીયા રહે. બ્રાહ્મણ સોસાયટી, જયરાજ વાળા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઈ.મનોજકુમાર બારૈયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, બોટાદમાં હજી તા.૨૪/૭/૧૨ ની રાત્રે ભાવનગર સર્કલ પાસે મુસ્લીમ યુવક ઉપર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો
જે ઘટના હજી ભુલાઈ નથી ત્યાં ભરવાડ સમાજનાં યુવક ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરી મારી નાખવાની કોશીષ કરવામાં આવી છે જેને લઇ ચકચાર મચી ગઈ છે.બોટાદના પાંચપડા વિસ્તારમાં દુકાને બેસેલા ૨૨ વર્ષિય યુવક પર કારમાં આવેલા ૫ શખ્સોએ જુની અદાવતે ૪ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છુટ્યા હતા. જ્યારે આ ફાયરિંગમાં યુવકનો આબાદ બચાવ થયો છે.
Recent Comments