fbpx
રાષ્ટ્રીય

ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બની ગયાનો ફેક વિડીયો વાયરલ

બ્રિટેનના પ્રધાનમંત્રી બનવાની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનક આજકાલ બહુ ચર્ચામાં છે. ત્યાં સુધી કે તેમના નામે અનેક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઋષિ સુનક પ્રધાનમંત્રી બની ગયા ત્યારની જાહેરાતનો છે. જે બાદ તેઓ ખુશી મનાવી રહ્યા છે. શું ખરેખર ઋષિ સુનક બ્રિટેનના પ્રધાનમંત્રી બની ગયા છે? જાણવા માટે વાંચો આ આર્ટિકલ. ઋષિ સુનકનો આ વીડિયો ૨૦ જુલાઈ ૨૦૨૨નો છે. જેમાં તેઓ સ્ક્રીન સામે સતત જાેઈ રહ્યા છે અને પરિણામોની રાહ જાેઈ રહ્યા છે.

આખરે તેમના નામની જાહેરાત થાય છે અને ઋષિ સુનક તેની ખુશીઓ મનાવતા જાેવા મળે છે. ઋષિ સુનક તેમના સાથીઓને મળે છે અને તેમને સંબોધન પણ કરે છે. વીડિયોમાં તેઓ ખૂબ જ ખુશ જાેવા મળી રહ્યા છે. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વીડિયો સાચો છે અને ઋષિ સુનકના ચહેરા પર જાેવા મળતી ખુશી અને ચમક પણ સાચી છે. ખોટો છે તો બસ તેની સાથે કરવામાં આવેલો દાવો.

આ વીડિયો ત્યારનો છે જ્યારે ઋષિ સુનકને ખબર પડી કે તેઓ પાર્ટીના મુખિયા અને બ્રિટેનના પ્રધાનમંત્રી બનવાની રેસની ફાઈનલમાં આવી ગયા છે. એટલે કે હવે તેમની સામે માત્ર એક જ ઉમેદવાર છે. જેમને જાે તેઓ હરાવી દે તો તેઓ બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બની જશે. મહત્વનું છે કે, ઋષિ સુનકની સામે લિઝ ટ્રસ ઉમેદવાર છે. બંને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. બંનેમાંથી જે જીતશે તે પાર્ટીના મુખિયાની સાથે સાથે બ્રિટેનના પ્રધાનમંત્રી પણ બનશે.

Follow Me:

Related Posts