વાપી પાલિકાના પૂર્વ સભ્યના પુત્ર પર યુવતી સાથે શારીરિક શોષણની ફરિયાદ
વાપી વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષની યુવતીને ડુંગરા ખાતે રહેતા પાલિકાના પૂર્વ સભ્ય નરેશ હળપતિના પુત્ર દિવ્યાંગે પ્રેમજાળમાં ફસાવી હતી. લગભગ એક વર્ષના સમયગાળામાં દિવ્યાગે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી સમાંયતરે જૂદા-જૂદા સ્થળે લઈ જતો અને ત્યા શારીરિક શોષણ કર્યું હતું. થોડા સમય પહેલા યુવતીએ દિવ્યાંગને લગ્ન કરી લેવા વાતચીત કરી હતી, જાેકે, લગ્ન કરવાની લાલચ આપનારા દિવ્યાંગે ઈન્કાર કરતા યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. યુવતીની સ્થિતી જાયે તો કહા જાય તેવી થઈ હતી.
જેથી આખરે યુવતીએ ડુંગરા પોલીસમાં દિવ્યાંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે માજી સભ્યના પુત્રની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.વાપી વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સમાંયતરે શારીરિક શોષણ કરી લગ્ન કરવા ઈન્કાર કરતા વપી પાલિકાના માજી સભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ કેસમાં પાલિકાના માજી સભ્યના પુત્રની ધરપકડ કરી હતી.
Recent Comments