અભિનેત્રી હુમા કુરૈશીના જન્મદિવસ પર જાણો રસપ્રદ વાતો
હુમા કુરૈશીનો જન્મ ૨૮ જુલાઈ ૧૯૮૬ના રોજ દિલ્લીમાં થયો હતો. તેના પિતા રેસ્ટોરન્ટની ચેઈન ધરાવે છે. હુમાએ દિલ્લી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજથી ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તે દિલ્લીના થિયેટર ગ્રુપ સાથે પણ જાેડાઈ. ફિલ્મોમાં આવતા પહેલા હુમાએ અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું. હુમાને બોલીવુડમાં ઓળખ મળી તેની ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુરથી. પરંતુ હુમાને આ ફિલ્મ કેવી રીતે મળી તેનો કિસ્સો પણ રસપ્રદ છે. હુમાને સેમસંગની જાહેરાત દરમિયાન જાણીતા નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્પયે જાેઈ.
અને અનુરાગ કશ્પયે તેને પોતાની આગામી ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર ઑફર કરી. આ ફિલ્મે તેને ખૂબ જ સફળતા અપાવી. ગેંગ્સ ઑફ વાસેપુર બાદ હુમા ડી-ડે, ડેઢ ઈશ્કિયા, જાેલી એલએલબી-૨ જેવી શાનદાર ફિલ્મોમાં જાેવા મળી. આ સિવાય તે વેબ સીરિઝ લૈલા પણ કરી ચુકી છે. હુમાને તેના સારા અભિયન બદલ અનેક પુરસ્કારો પણ મળી ચુક્યાછે. તાજેતરમાં હુમા કુરૈશી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુભાઈ કાઠિયાવાડીમાં કેમિયો રોલમાં જાેવા મળી હતી. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. સાથે જ હુમા હવે જાણીતા કુકિંગ એક્સપર્ટ તરલા દલાલની બાયોપિકમાં પણ નજર આવશે.
તો તેની વેબ સીરિઝ મહારાની ૨ પણ રીલિઝ થા માટે તૈયાર છે. પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાથી હુમા કુરૈશીનો આજે જન્મદિવસ છે. બોલીવુડ સાથે સાઉથની ફિલ્મોમાં કામ કરીને હુમા કુરૈશીએ લોકોના દિલ જીત્યા છે. ઉમદા અભિનયના કારણે હુમાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હુમાના જન્મદિવસના મોકા પર જાણીશું તેની સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો.
Recent Comments