fbpx
ભાવનગર

યુવાનોમાં મતદાર યાદીમાં નોંધણી કરાવવા અનેરો ઉત્સાહ

લોકશાહીને જીવંત રાખવા માટેનો અનેરો પ્રસંગ એટલે ચુંટણી. એમાં પણ ૧૮ વર્ષ પૂરા કરીને ઉમેરાતા નવા મતદારોમાં નવા જોશ
સાથે ઉત્સાહ રહેતો હોઈ છે ત્યારે ભાવનગરનાં મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ વર્કશોપમાં કોલેજનાં વિધ્યાર્થીઓએ પોતાના વિચારો મંચ
પર રજૂ કર્યા હતા. મેઘાણી ઓડિટોરિયમ ખાતે લોકભારતી વિધ્યાલયમાં અભ્યાસ કરતો વિધ્યાર્થી ડાંગર મિલનભાઈ એ પોતાના વિચારો મંચ પર રજૂ કર્યા
હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન કરીને આંગળી પર શાહી નું નિશાન રાખી સેલ્ફી સોશ્યલ મીડિયામાં લોકો મતદાન નાં દિવસે મુક્ત
હોઈ છે

જેથી લોકોમાં મતદાન ની જાગૃતતા આવે પરંતુ જ્યારે ૧૮ વર્ષ થી ઉપરના યુવક-યુવતી માટે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની
હોઈ ત્યારે ‘મેં મતદારીયાદીમાં નોંધણી કરાવી લીધી’ આવું સ્ટેટસ સોશ્યલ મીડિયામાં” મૂકવાથી જે લોકો ૧૮ વર્ષ થી મોટા છે તેમજ મતદાર
યાદીમાં નોંધણી કરાવવાની બાકી છે તે યુવક-યુવતીઓમાં જાગૃતિ આવશે. આ ઉપરાંત અન્ય શહેરમાંથી ભાવનગરમાં આવીને રહેતા જે લોકોને
મતદાર યાદીમાં નોંધણી કરાવવાની બાકી છે એ લોકોમાં પણ જાગૃતતા આવશે.


આ ઉપરાંત યુવાનો મોબાઈલનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવાનું જાણે છે ત્યારે કોલેજ કક્ષાએ ગ્રુપ બનાવીને ઓનલાઇન મતદાર
યાદીમાં નોંધણી કરવાની શકે છે. ઓનલાઇન નોંધણી કરાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ જોઈ યુવાનો તેમ વધુ જોડાશે તેવું તેમણે જણાવ્યું
હતુંઅત્રે સ્વાભાવિક છે કે આ વર્ષનાં અંત સુધીમાં વિધાનસભાની ચુંટણી સંભવત યોજાનાર છે ત્યારે રાષ્ટ્રના વિકાસમાં યુવાનો મતદાનમાં
ભાગ લ્યે અને લોકશાહીના આ પર્વને ખરા અર્થમાં ચરિતાર્થ કરે તે જરૂરી છે દરેક મતનું મૂલ્ય રહેલું છે ત્યારે જે મતદારો ૧૮ વર્ષથી મોટા છે અને
મતદાન કરવા માટેની લાયકાત ધરાવે છે તેમણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નામ નોંધણી- નામ કમી કરાવવા
જરૂરી છે

Follow Me:

Related Posts