fbpx
અમરેલી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડી.એલ.એસ.એસ. દ્વારા દ્રોણેશ્વર ગુરુકુલની પાંચ દિકરીઓની રાજ્ય કક્ષા માટે પસંદગી

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ડી.એલ.એસ.એસ દ્વારા બાસ્કેટબોલ અને અન્ય રમતો માટે અસાધારણ ઉંચાઈ ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવાનું આયોજન જીલ્લા કક્ષાએ કરાયેલું હતું. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓની પસંદગીમાં માતુ શ્રી આર ડી વરસાણી કન્યા વિદ્યાલયની સ્નેહા ઉદેશી, દિપાલી નંદવાણા, અંજલી ગોહિલ, ક્રિના ઠુંમર, સૃષ્ટિ કિડેચા . આ પાંચ દિકરીઓની પસંદગી કરવામાં આવી છે. હવે આ દિકરીઓ રાજ્ય કક્ષા માટે રમવા જશે. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ પુજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી વતી આચાર્ય શ્રી મહેશભાઈ જોશી ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા.તમામ વ્યવસ્થા સંસ્થાના કોચ શ્રી અનિલભાઈ બાંભણીયા એ સંભાળી હતી.

Follow Me:

Related Posts