અમરેલી

તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ અંતર્ગત તમાકુ નિયંત્રણ કામગીરી કરવામાં આવી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત Enforcement Squad દ્વારા તમાકુ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ ( COTPA – 2003 ) કાયદાની અમલવારી અને જનજાગૃત્તિ માટે દંડ અને વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, એસ.ટી.વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સહિતની વિવિધ કચેરીઓના  અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા તમાકુ નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

તમાકુનું વેચાણ કરતા લારી-ગલ્લા પર સૂચક બોર્ડ મૂકવાનું બાકી હોય, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ કરતા લારી ગલ્લાઓ, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર તેમજ નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ કરનારને દંડ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત COTPA – 2003 ની વિવિધ કલમો હેઠળ કુલ ૫૬ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અને કુલ ૧૦ કસુરવારોને કેસ કરી રૂ.૧૯૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

Related Posts