સરથાણા પીઆઈએ ગ્રાહકોને માર મારી દુકાનમાલિકને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યાની ફરિયાદ
સરથાણામાં વ્રજચોક રાજ ઈમ્પિરીયામાં પ્રશાંત સવાણી ફાસ્ટફુડની દુકાન ચલાવે છે. ૨૪મી જુલાઇએ પીઆઈ ગુર્જર ફાસ્ટફુડ પર આવી પહોંચી ગ્રાહકોને મારવા લાગ્યા હતા. થોડીવાર પછી પોલીસનો સ્ટાફ ત્યાંથી ૧૦ ખુરશી, ૪ ટાયરચેર અને એક ટિપોઈ પણ લઈ ગયા હતા. ફાસ્ટફુડમાં એક કર્મચારી વિકલાંગ હોવા છતાં પીઆઈ તેને પણ માર માર્યો હતો. ઉપરથી ફાસ્ટફુડના માલિક વસ્તુઓ કયા ગુના હેઠળ કબજે કરો છો એવુ પૂછતાં તેને ગાળો આપી પોલીસ સ્ટેશને લઈ જઈ ૨૬ કલાક સુધી ગોંધી રાખ્યો હતો. માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ પોલીસે ધમકી આપી હતી.
આ કોમ્પલેક્ષમાં શૈક્ષણિક સકુંલ છે, યુવકો પેસેજમાં વચ્ચે બેસી સિગારેટ પીતા હોય છે, જેના કારણે યુવતીઓને ત્યાંથી જવુ મુશ્કેલ હતું. આ બાબતે ૫૦થી ફરિયાદો મળી છે. અરજી બાબતે કાર્યવાહી પણ કરી હતી છતાં પણ પેસેજમાં સિગારેટ પીવા માટે યુવકોને બેસાડતા હતા.સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે.ગુર્જરનો ફાસ્ડફુડની દુકાન બહાર પેસેજમાં બેઠેલા ગ્રાહકોને માર મારતો સીસીટીવી ફૂટેજનો વિડીયો સામે આવ્યો છે.
વળી સીસીટીવી ફુટેજમાં માત્ર પીઆઈ ગ્રાહકોને માર મારતા દેખાય છે બાકી તેનો સ્ટાફ દેખાતો નથી. વળી પોલીસે ફાસ્ટફુડના માલિકને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. જેને લઈ ફાસ્ટફુડના માલિકે પોલીસ કમિશનરમાં અરજી આપી છે. આ અરજીની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.
Recent Comments