બોટાદ લઠ્ઠાકાંડમાં આમોસ કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સકંજાે
ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં આરોપી સમીર પટેલ કેટલાય દિવસથી પોલીસને હાથ તાળી આપી ભાગી રહ્યો છે. તેની પાછળ રાજકીય બેગ્રાઉન્ડ હોવાની વાતો સતત ચલાઈ રહી છે, એવા સમયે સમીર પટેલ જાે દેશ છોડીને ભાગી જાય તો આ સમગ્ર તપાસ અટકી જાય તેમ છે. આ તપાસનું હાલ સુપરવિઝન નિર્લિપ્ત રાય કરી રહ્યા છે આરોપી સમીર પટેલ પોતાના મળતિયાઓની સાથે મળીને ગમે તે સમયે દેશ છોડીને ભાગી જઈ શકે છે, જેથી તે ભારતના કોઈપણ એરપોર્ટથી ભાગે નહીં એ માટે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવી છે. હજી સુધી સમીર પટેલનો કોઈ પત્તો મળ્યો નથી, એને કારણે હવે દેશના દરેક એરપોર્ટ પર સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે.
કેમિકલકાંડમાં આમોસ કંપનીના ૪ સંચાલક સામે પગલાં લેવાયાં છે. આમોસ કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતાં પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. કંપનીના સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને બરવાળા પોલીસ સ્ટેશન હાજર થવું પડશે અને તેમનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે. આમોસ કંપનીએ લાઇસન્સ રિન્યુ કરાવ્યું નથી. અમદાવાદના નજીક આવેલી પીપળજની આમોસ કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું. આમોસ કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારાએવા સંબંધ છે. સમીર પટેલ, જે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે.
સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાઇસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે અમદાવાદના પીપળજમાં ગેરકાયદે કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે. અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી આમોસ કંપનીમાં મેનેજરની નોકરી કરતા જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બૂટલેગરોને આપી હતી. એ બાદમાં એમાં પાણીનું મિશ્રણ કરી બૂટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતા હતા, જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં, પણ કેમિકલકાંડ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી, અન્ય આરોપીઓના સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ નિવેદન નોંધવાની કાર્યવાહી ધંધૂકા કોર્ટે હાથ ધરી છે. સોમવારે ૧૭ આરોપીએ નિવેદનો આપ્યા હતા.
કલમ ૧૬૪ મુજબ કોર્ટ સમક્ષનું નિવેદન મહત્ત્વનું છે. કેસની ટ્રાયલ સમયે જાે આરોપી હોસ્ટાઈલ થાય તો તેમના વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી શકે છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ૧૯ દિવસ માટે અમેરિકા ગયા હોવાથી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી પાસે છે. પોલીસ કમિશનર તરીકનો ચાર્જ સંભા?ળ્યો તેના પહેલા જ દિવસે અજયકુમાર ચૌધરીએ સોમવારે શહેરના તમામ પીઆઈથી માંડીને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું, ‘મુજે અમદાબાદ મેં દારૂ નહીં ચાહીએ, એમ કહીને તમામ અધિકારીઓને દારૂ અને ડ્રગ્સના કારોબાર બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી.બોટાદ લઠ્ઠાકાંડમાં આમોસ કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સકંજાે કસ્યો છે.
એસઆઈટી દ્વારા ચારેય ડિરેક્ટરનાં નિવાસસ્થાને તપાસ કરવામાં આવી રહી છે. બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોનાં ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે ડિરેક્ટર મળી આવ્યા હતા. બંને ડિરેક્ટરને પોલીસમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી. ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. બરવાળા પોલીસ દ્વારા ડિરેક્ટરને સમન્સ પણ પાઠવવામાં આવ્યું અને ચારેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જ્યારે એક ડિરેક્ટર રજત ચોક્સી ઘર બંધ કરીને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. એ ઉપરાંત સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
Recent Comments