મુંબઈ પોલીસે તાજેતરમાં સલમાન ખાનને ગન રાખવા માટે લાઈસન્સની મંજૂરી આપી દીધી છે. સલમાનને ૨૨ જુલાઈએ લાઈસન્સ માટે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યો હતો. સલમાન અને તેના પિતા સલિમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેના પછી સલમાને લાઈસન્સ માટે અપીલ કરી હતી. બે દિવસ પહેલા તેણે લાઈસન્સ મળી ગયું છે. આ દરમિયાન સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘ગોડફાધર’ તથા ‘કભી ઈદ તથા કભી દિવાલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે ‘બિગ બોસ’નું પણ શૂટિંગ શરૂ કરશે. હાલમાં જ સલમાન ખાન એરપોર્ટ પર પોતાની બુલેટપ્રૂફ ગાડી સાથે પહેલી જ વાર જાેવા મળ્યો હતો. સલમાન ખાનની બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કરમાં ૪૪૬૧ ષ્ઠષ્ઠ એન્જિન તથા ૨૬૨ મ્ૐઁનો મહત્તમ પાવર છે. નોંધનીય છે કે સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. સલમાન ખાન પહેલી ઓગસ્ટના રોજ આગવી સ્ટાઇલમાં મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. ૫
૬ વર્ષીય સલમાન ખાન બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરમાં આવ્યો હતો. સલમાન ખાન એરપોર્ટ પર એકદમ ડેપર લુકમાં જાેવા મળ્યો હતો. તે પિંક શર્ટ તથા બ્લેક ટ્રાઉઝરમાં હતો. સલમાન ખાનને એરપોર્ટ પર જાેતાં જ ફેન્સ ખુશ થઈ ગયા હતા. સલમાન ખાન એરપોર્ટ પર ફોટોગ્રાફ ક્લિક કરાવવા માટે ઊભો રહ્યો નહોતો, પરંતુ જ્યારે ફેન્સે ‘લવ યુ સલમાન ભાઈ..’ કહીને બૂમો પાડી તો તેણે એકાદ સેકન્ડનો પોઝ લીધો હતો અને ફેન્સ સામે જાેઈને તરત જ જતો રહ્યો હતો. સલમાનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો સલમાન હાલમાં ‘કભી ઇદ કભી દિવાલી’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને મનીષ શર્મા ડિરેક્ટ કરે છે અને ફિલ્મ આવતા વર્ષે ૨૧ એપ્રિલે રિલીઝ થશે. આ ઉપરાંત સલમાન ખાન ‘ગોડફાધર’, ‘વેદ’, ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં જાેવા મળશે.
Recent Comments