fbpx
બોલિવૂડ

ધોતી અને શર્ટમાં રોકીભાઈનો દેશી સ્વેગ

ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશને વળગી રહેવાની સાઉથના સ્ટાર્સની સ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. રામચરણ તેજા અયપ્પા દિક્ષા લીધા બાદ માત્ર કાળાં કપડાં પહેરે અને પગમાં ચંપલ પહેર્યાં વગર બધે ફરતો જાેવા મળે છે. જુનિયર એનટીઆર, નાગા ચૈતન્ય, નાગાર્જુન, રજનીકાંત, ચિરંજીવી જેવા સાઉથના ઘણાં સ્ટાર્સ ધોતી અને શર્ટ પહેરીને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે. રિસેન્ટલી કેજીએફ ફેમ યશ પણ દેશી સ્વેગમાં જાેવા મળ્યો હતો.

ખિસ્સામાં માત્ર રૂ.૩૦૦ લઈને ઘર છોડી દેનારો યશ આજે કરોડો ચાહકોનો માનીતો છે. ગ્લોબલ બ્લોક બસ્ટર ફિલ્મો આપ્યા પછી પણ યશનો દેશી અંદાજ જળવાઈ રહ્યો છે. બોલિવૂડના ફેમસ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની માટે યશે રિસેન્ટલી ફોટોશૂટ કરાવ્યું હતું. તેના કેટલાક ફોટોગ્રાફ્સ ડબ્બુએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સમાં સફેદ ધોતી અને સફેદ શર્ટ સાથે યશ જાેવા મળે છે. યશે પોતાની આઈકોનિક દાઢી રાખી છે, પણ આ વખતે બિલકુલ ટ્રેડિશનલ કન્નડ યુવાન જેવો લાગે છે.

Follow Me:

Related Posts