fbpx
ભાવનગર

વલભીપુર ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ (આઠમો તબક્કો) તા. ૦૬ ઓગષ્ટના રોજ યોજાશે

        વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે ચમારડી, નશીતપુર, જલાલપુર, તોતણીયાળા, કાનપર, રંગપર, જુના રતનપર, ચાડા, પીપળ, નવાણીયા ગામોની તથા વલ્લભીપુર નગરપાલિકા શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમનો આઠમો તબક્કો પ્રાંત અધિકારીશ્રી, સિહોરના અધ્યક્ષ સ્થાને તા.૦૬/૦૮/૨૦૧૨ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ગ્રામ્ય વિસ્તારનો તોતણીયાળા પ્રાથમીક શાળા ખાતે તથા વલ્લભીપુર નગરપાલિકા શહેરી વિસ્તારનો બ્રાંચ શાળા, વલ્લભીપુર ખાતે ખાતે યોજાનાર છે.

        જેમાં આવક, જાતિ, નોન ક્રિમીલેયર, ડોમિસાઈલ, સિનિયર સિટિઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડની અરજીઓ, આધારકાર્ડ એનરોલમેન્ટ, વાત્સલ્ય કાર્ડ, જમીન અંગેની નવી નોંધ, સમાજ સુરક્ષાની અરજીઓ, રાજ્ય સરકારશ્રીના કૃષિ, પશુપાલન, સહકાર,ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળની અરજીઓ, બેંક અંગેની તમામ કામગીરી, આર. ટી. ઓ. સંલગ્ન સેવાઓ આજ દિવસે સવારના ૦૯-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન આધાર-પુરાવા સાથે રૂબરૂમાં અરજીઓ સ્થળે સ્વીકારવામાં આવશે.

        તેમજ ૧૧-૦૦ થી ૦૩-૦૦ દરમ્યાન રજૂ થયેલ અરજીની ચકાસણી કરી ૩-૦૦ થી ૫-૦૦ સુધીના સમયગાળા દરમ્યાન અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉક્ત ગામના લોકો લાભ લેવાં ઈચ્છતાં હોય તેઓએ રૂબરૂ હાજર રહેવાં મામલતદારશ્રી, વલભીપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts