અમરેલી જીલ્લાના પ્રતિનિધિઓએ દિલ્લી ખાતે દેશના પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી
કુશળ સંગઠનકર્તાલ પ્રતિભાશાળી વ્યક્તિત્વથી સુશોભિતલ વિકાસની ગંગાને દેશ વાસીઓ સુધી પહોચાડનાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જીને મળવું એ જીવનની અલૌકિક પળ છે. ત્યારે આજ રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાલ અમરેલી જીલ્લા ભાજપા અધ્યક્ષ કૌશિકભાઈ
વેકરીયાલ ધારાસભ્ય જે.વી.કાકડિયા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ માન. પ્રધાનમંત્રી સાથે નવી દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી અને અમરેલી જીલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસ અર્થે જરૂરી પરામર્શ કર્યો હતો.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ હતું કે, મોદી સાહેબ સાથેની બેઠક દરમિયાન તેઓ દ્વારા હંમેશા ખુબ જ સુંદર આવકાર અને માન પાન મળે છે અને તેમને મળ્યા બાદ રાષ્ટ્રનિર્માણમાં ખંતથી આગળ વધવા એક અનોખી ઉર્જાનો સંચાર થાય છે.
Recent Comments