રાજકોટમાં સુરભી ગ્રુપના આયોજકે કહ્યું : માતાજીનાં નોરતામાં રાજકારણ ન જાેઈએ
ગુજરાતના સૌથી મોટા નવરાત્રિના તહેવારમાં પણ જીએસટી લાદવામાં આવ્યો છે. અર્વાચિન ગરબાના મોટા આયોજનો પર સરકારે ૧૮ ટકા જીએસટી લગાવ્યો છે. આથી રાજ્યભરમાં આનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ અમુક ગરબા સંચાલકો ખેલૈયાઓ પર બોજ લાદવા માગતા નથી. સરકાર ર્નિણય પાછો ખેચે કે ન ખેચે પણ અમુક ગરબા સંચાલકોએ મક્કમ મન બનાવી લીધું છે અને ખેલૈયાઓના ઉત્સાહ પર બોજ લગાવવા માગતા નથી. રાજકોટના સૌથી મોટા સુરભી ગ્રુપના સંચાલક વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, માતાજીના નોરતામાં રાજકારણ ન હોવું જાેઈએ, ખેલૈયાઓ પર અમે કોઈ બોજ લગાવવા માગતા નથી અમે ૧૮ ટકા જીએસટી ખેલૈયાઓ પર નાખીશુ નહીં અને આ બોજ અમે સહન કરીશું. :
અમે છેલ્લા ૧૬ વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. મને જાણવા મળ્યું કે સરકારે ગરબાનાં પાસ ઉપર પણ જીએસટી જાહેર કર્યો છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે, આ ટેક્સ રદ કરવો જાેઈએ. કારણ કે, અમારા જેવા કોમર્શિયલ આયોજનોમાં પણ વાહન પાર્કિંગ અને પાણી સહિતની વસ્તુઓ તદ્દન ફ્રી આપવામાં આવતી હોય છે. લોકોમાં પારિવારિક માહોલ ફેલાય અને લોકો આનંદ માણે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. માતાજીનાં નોરતામાં કોઈ પણ રાજકારણ હોવું જાેઈએ નહીં. હાલ ગરબા આયોજકો લૂંટ ચલાવતા હોવાની જે ચર્ચાઓ ચાલી રહી છે.
તે ખરેખર તદ્દન ખોટી છે. લોકો કોરોનાકાળમાં ઘરે બેસીને બે વર્ષથી કંટાળેલા લોકો જ્યારે ગરબે રમી રહ્યા હોય ત્યારે તમામ રાજકીય પક્ષોને મારી વિનંતી છે કે, આ મુદ્દે રાજકારણ કરે નહીં અને સરકારને મારી વિનંતી છે કે, આ મુદ્દે યોગ્ય ર્નિણય કરે. છતાં પણ જાે સરકાર જીએસટી પરત ન ખેંચે તો સરકારનો ર્નિણય શિરોમાન્ય છે. પરંતુ જીએસટી નો બોજાે ખેલૈયાઓ ઉપર નહીં પડવા દઈએ. આ માટે અમે જાહેરાત કરી છે કે, સુરભી ક્લબ ખેલૈયાઓ પાસે જીએસટી વસુલશે નહીં. જીએસટીનો સરકારનો બોજ અમે સહન કરીશું. અમારો ધ્યેય માત્ર પારિવારિક માહોલમાં નવરાત્રીનું આયોજન કરવાનો છે. ત્યારે આ જીએસટીકોઈ પણ ખેલૈયાઓ પાસેથી વસૂલવામાં નહીં આવે તેવી ખાતરી તેમણે આપી છે.
સરકારે ગરબા પર જીએસટીનાખ્યો છે. ઘણા કોર્મિશિયલ આયોજનોના સીઝન પાસના રેટ ૪ હજાર, ૫ હજાર કે ૧૦ હજારથી પણ વધુના થતા હોય છે. આવા કોર્મિશિયલ ગરબા પર સરકાર જીએસટી મૂકે તો તેનો કોઈ પ્રોબ્લેમ નથી. આવડા મોટા મોંઘા પાસ લેનારને જીએસટી નડવાનો નથી. પણ જે ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો દ્વારા આયોજીત છે તેમાં સીઝન પાસ પર જીએસટી ન હોવો જાેઇએ. આવું મારું માનવું છે, બાકી સરકારનો ર્નિણય ઉત્તમ છે. બિન કોર્મિશિયલ આયોજનો છે તેને બાદ રાખો. ઘણા આયોજકો લાખો-કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.
Recent Comments