fbpx
ગુજરાત

માતા-પિતા વારંવાર ઝઘડો કરતા દીકરી ઘરેથી નીકળી ગઇ

બાળકોની સામે ઝગડો કરતા માતા પિતા માટે લાલબત્તી સમાન કેસ સામે આવ્યો છે. રાજસ્થાનના વતની અને ગાંધીનગરમા મજૂરી કરતા દંપતીની ૧૦ વર્ષની દિકરી માતા પિતા ઝગડો કરતા હોવાથી તેને પસંદ નહિ આવતા ઘરેથી નિકળી ગઇ હતી. સવારે દિકરી સરગાસણ ચોકડી પાસે એકલી જાેવા મળતા વટેમાર્ગુએ મહિલા અભયમને જાણ કરી હતી. ત્યારબાદ અભયમની ટીમે પોલીસનો સંપર્ક કરી દિકરીનુ માતા પિતા સાથે મિલન કરાવ્યુ હતુ. મળતી માહિતી મુજબ સરગાસણ ચોકડી પાસે એક આશરે ૧૦ વર્ષની કિશોરી એકલી રડતી અને ગભરાયેલી જાેવા મળતી હતી.

જેને લઇને અહિંયાથી પસારથતા જાગૃત નાગરિકે મહિલા અભયમની ટીમને ફોન કરતા ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને દિકરીનુ કાઉન્સેલીંગ કર્યુ હતુ. પરંતુ કિશોરી ગભરાઇ ગઇ હોવાથી બોલી શકતી ન હતી. પરિણામે ટીમ દ્વારા શાંત જગ્યાએ લઇ જઇને પૂછપરછ કરતા ચોકાવનારુ કારણ સામે આવ્યુ હતુ. મૂળ રાજસ્થાનના વતની છે અને તેના માતા પિતા કારખાનામા નોકરી કરે છે. જ્યારે તેના ચાર ભાઇ બહેન છે. હુ અમદાવાદમા હોસ્ટેલમા રહીને અભ્યાસ કરુ છુ. પરંતુ મારા માતા પિતાએ રાત્રે ઝગડો કર્યો હતો.

રૂપિયા માટે બંને વચ્ચે ઘર કંકાસ થતો હતો. મે પપ્પાને સમજાવ્યા હતા કે મમ્મીને મારશો નહિ, છતા મારઝુડ કરતા હતા. જેથી ઘરેથી નિકળી ગઇ હતી. અભયમની ટીમે પોલીસને જાણ કરતા પોલીસ અને અભયમની ટીમ દ્વારા માતા પિતાને શોધી કાઢવામા આવ્યા હતા. ત્યારબાદ ડોક્યુમેન્ટ તપાસ્યા પછી ઠપકો આપ્યા બાદ દિકરીને માતા પિતાને સોપી હતી.

Follow Me:

Related Posts