ઉછીના લીધેલા ઉઘરાણીથી ત્રાસીને બિલ્ડરે ફિનાઇલ પી આપઘાતનો કર્યો પ્રયાસ
જૂનાગઢના બિલ્ડરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉછીના લીધેલા ૧૧ લાખ સામે વઘુ પૈસાની ઉઘરાણીથી ત્રાસીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બિલ્ડર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે બી ડિવીઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરની નહેરૂપાર્ક સોસાયટીમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા દિપકભાઇ ઠાકર નામના ૬૦ વર્ષિય આધેડે પોતાના ઘરે ફિનાઇલ ગટગટાવી લીધી હતી. બાદમાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.
આ અંગે બી ડિવીઝનમાં જાણવા જાેગ અરજી કરાઇ છે. આ અરજીમાં જણાવાયું છે કે, દિપકભાઇ ઠાકરે અગાઉ રણમલ નાથા નામના વ્યક્તિ પાસેથી ૧૧ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં વધારે નાણાંની સતત ઉઘરાણી કરાતી હતી. ત્યારે પઠાણી ઉઘરાણી બાબતે ત્રાસી જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે, હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ બનાવમાં વધુ તપાસ જાેષીપરા પોલીસ ચોકીના પીએસઆઇ આર. એસ. બાંટવા ચલાવી રહ્યા છે.
Recent Comments