ગુજરાત

ખંભાત સીટી પીઆઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી વિશિષ્ટ સન્માન કરાયું

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં પધારેલ ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ-એફઆઈઆર લોન્ચિંગ અને જાગૃતિ સેમીનાર ઓનલાઇન ક્વિઝ સાયક્લોથન પ્રસ્થાન તેમજ ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધા ૨૦૨૨ના શુભારંભ કરવામાં આવ્યું. આ પ્રસંગે પધારેલ ગૃહરાજ્યમંત્રી દ્વારા વિવિધ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ પોલીસ સ્ટાફના જવાનોનું વિશિષ્ટ સન્માન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખંભાત શહેર પીઆઇ આર એન ખાંટનું પણ વિશિષ્ટ સન્માન ગૃહરાજ્યમંત્રીના હાથે કરાયું હતું. ખંભાત શહેરમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું.

પીઆઈ ખાંટ ખંભાત શહેરના પીઆઇ તરીકે જાેડાયા તે પહેલા તેઓ ખંભાત રૂલરમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેઓ દ્વારા અનેક બેદી ગુનાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, તેમજ બળાત્કાર જેવા ક્રૂર ગુના સાથે સંકળાયેલ આરોપીને સખતમાં સખત સજા અપાવવા તેઓ કટિબદ્ધ બન્યા હતા. આ ઉપરાંત તેઓ દ્વારા અનેક ગુનાઓને ડિટેક્ટ પણ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં કતલખાને જતા અનેક પશુઓને બચાવવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે અનેક મૂંગા અબોલ પશુઓને તેઓએ બચાવ્યા છે. ખંભાત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરમાં હર હંમેશ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ તે હેતુથી તેમને ખંભાત રૂલર માંથી ખંભાત શહેરમાં ખસેડવામાં આવ્યા છે. તેઓની વિશિષ્ટ સિદ્ધિઓની નોંધ લઇ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનો પ્રશસ્તિપત્ર એનાયત કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

Related Posts