વોર્ડ નો. ૯ માં રેગ્યુલર સફાઈ કરવા બાબત….
અમરેલી શહેરમાં વોર્ડ નં . ૯ માં રેગ્યુલર સફાઈ થતી નથી જેનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા થઈ ગયેલ છે , અને ચોમાસા દરમ્યાન વરસાદી પાણીથી ગંદકીના ઢગલા રોડ ઉપર આવેલ હોવાથી જેનાથી લોકોને અવરજવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને બીમારી પણ થવાની સંભાવના છે , સફાઈ કર્મચારી ન હોવાથી રેગ્યુલર સફાઈ થતી નથી , સફાઈ કર્મચારીની ભરતી કરવામાં માટે નગરપાલિકાના અધિકારીશ્રી દેસાઈ સાહેબને મૌખિત તથા લેખિત રજુઆત કરવા છતાં આદિન સુધી સફાઈ કર્મચારીની ભરતી કરેલ નથી , આથી ત્વરીત સફાઈ કર્મચારીઓની ભરતી કરવા વિનંતી અને ૦૪ દિવસ પછી પવિત્ર મહોરમનો તહેવાર પણ છે , અને આ વિસ્તારમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે . આથી ત્વરીત અમરેલી શહેરમાં વોર્ડ નં . ૯ માં રેગ્યુલર સફાઇ કરાવવા માંગ કરી છે.
Recent Comments