પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયાએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇને લોકોના આરોગ્યની પૃચ્છા કરી
પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયાએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇને લોકોના આરોગ્યની પૃચ્છા કરી હતી.ધારાસભ્યશ્રીએ હોસ્પિટલમાં કાર્યરત ઓ.પી.ડી.ની મુલાકાત લઇને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ લોકોને કોઇ અગવડ ન પડે તે સહિતની વ્યવસ્થાઓની ખાતરી કરી હતી.
તેમણે લોકોને રાજ્ય સરકાર દ્વારા ઘર આંગણે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે તો તેનો લાભ લેવો જોઇએ તેઓ અનુરોધ સારવાર લેવાં આવેલ લોકોને કર્યો હતો. ધારાસભ્યશ્રીએ આ સિવાય પણ વધારાની કોઇ આવશ્યકતા કે જરૂરીયાત જણાય તો હોસ્પિટલનો કે તેમનો સંપર્ક સાધવાં માટેની હૈયાધારણ આપી હતી
Recent Comments