fbpx
ગુજરાત

જેસીઆઈ પરિવાર દ્વારા અંકલેશ્વરના કેદીઓને રાખડી બાંધી વચન લેવાયું

રક્ષાબંધનએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાની જવાબદારી લેતા હોય છે. આવા જ શુદ્ધ અને ઉચ્ચ વિચારોથી અંકલેશ્વર જેસીઆઈ પરિવારના સભ્યોએ સબજેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી જેલના ૬૦ થી વધારે કેદીઓને રાખડી બાંધી ગુણખોરી છોડીને સદાચારનો માર્ગ અપનાવવા માટે વચન લીધું હતું.

આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત, અંકલેશ્વર નાયબ મામલતદાર અલ્પેશ પરમાર, અંકલેશ્વર સબ જેલના જેલર અને પોલીસ જવાનોને પણ રાખડી બાંધી કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો હતો. જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઈસ પ્રેસિડન્ટ જે .સી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી ચંચલ જૈન, જેસી શ્યામા શાહ સહિત મોટી સંખ્યામાં જેસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરમાં જેસીઆઇ ક્લબના સભ્યોએ સબજેલના કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્નઝ્રૈંના સભ્યોએ સબ જેલના અધિકારીઓ પોલીસ જવાનો અને કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી. સભ્યોએ કેદી ભાઈઓને ગુનાખોરી છોડી સદાચાર અપનાવે તેવા વચન સાથે ૬૦થી વધારે કેદીઓને રાખડી બાંધી હતી.

Follow Me:

Related Posts