fbpx
ગુજરાત

સુરતમાં મહિલાએ માનસિક તણાવમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી પરણિતાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનાર મહિલાને સંતાનમાં એક ૮ માસની દીકરી પણ છે. જાેકે, મહિલા છેલ્લા ઘણા સમયથી સતત માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આપઘાત કરનાર રાજકુમારી રાજેશકુમાર સાહનીની ઉંમર ૨૨ વર્ષની હોવાનું અને ઉનનગરમાં રહેતી હોવાનું હાલ સામે આવ્યું છે. દોઢ વર્ષ પહેલા જ રાજકુમારીના લગ્ન થયા હતા. એક ૮ માસની દીકરી છે.

પતિ પેઈન્ટર છે અને એક ભાઈ પલમ્બર છે. રાજકુમારીના આપઘાતને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૧૫ દિવસ પહેલા જ બિહારથી આવ્યો છું. મારી બહેન દીકરી જન્મ બાદ અશક્ત રહેતી હોવાને કારણે માનસિક તણાવમાં હતી. આપઘાત પાછળ માનસિક તણાવ કારણભૂત હોય શકે. આપઘાત પાછળનું બીજું કોઈ કારણ જવાબદાર હોય તેવું અમને લાગતુ નથી.જાેકે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

Follow Me:

Related Posts