પ્રાંત અધિકારીને આવેદન આપી બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીના રાજીનામાની માંગ
ભગવાન દ્વારીકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકા મંદિરના વિવાદાસ્પદ ટ્રસ્ટી સમીર પટેલ વિરુદ્ધ મંદિરનું સંચાલન કરતા બ્રહ્મસમાજે દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર પ્રત્યાધાતો આપ્યા છે. આજથી આશરે ચાર માસ પહેલા બેટ દ્વારકા મંદિરે આવેલા ટ્રસ્ટી સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહેતા મામલો બીચકાયો હતો. પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા સમીર પટેલ વિરૂદ્ધ કોઇ શિક્ષાત્મક પગલા નહી લેતાં, બ્રહ્મ સમાજમાં રોષની લાગણી જન્મી હતી. તમામ બ્રહ્મ સમાજે એકઠા થઈ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપી વ્યથા ઠાલવી માંગણીઓ મુકી હતી.
આ માગણીઓમાં બેટ મંદિર સમિતિની માંગણી છે કે મંદિરમાં આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી બેટ દ્વારકાનો અરબો ખરબો રૂપિયાનો મંદિરનો ખજાનો અમદાવાદ બેંકમાં પડેલ છે. તેને બેટમાં પરત લાવું મંદિરની અવ્યવસ્થાઓ માટે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ સમીર પટેલ દરેક બાબત માટે દોષિત છે. બેટના પુજારી પરિવાર બ્રાહ્મણો વેપારીઓ અને આવતા યાત્રિકો માટે સમીર પટેલની રાક્ષસીવૃતિ ધર્મને હાની પહોંચાડનારી છે.
જેનું નામ લઠ્ઠાકાંડમાં પણ ચર્ચાય છે તેવા સમીર પટેલને બેટ મંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટી પદેથી તાત્કાલિક ધોરણે હાકી કાઢવા અને જાે સમિતિની આ માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો ૩૦ દિવસ પછી બેટ ધર્મ રક્ષા સમિતિ દ્વારકા પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
Recent Comments