fbpx
બોલિવૂડ

સારેગમપા માટે અનુ મલિકે ઈન્ડિયન આઈડોલને અલવિદા કહ્યું

મ્યૂઝક કમ્પોઝર અને સિંગર અનુ મલિક આ વર્ષે ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરવાના છે. આ અંગે અનુ મલિકે જણાવ્યું હતું કે, હું ખાસા સમયથી ઈન્ડિયન આઈડોલ સાથે જાેડાયેલો છું, પરંતુ હવે આગળ વધી રહ્યો છું અને પહેલી વાર સારેગમપામાં જજ તરીકે જાેડાયો છું. હવે હું ટેલેન્ટેડ યંગ સિગર્સને જજ કરીશ.એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુએ વધુમાં જણાવ્યું હતું કે, એક રિયાલિટી શોમાં વર્ષો પહેલા મોનાલી ઠાકુરને સિલેક્ટ કરી હતી.

હવે તેમણે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. મી ટુ વિવાદમાં સપડાયા બાદ અનુ કપૂરે ૨૦૧૯ના વર્ષમાં ઈન્ડિયન આઈડોલમાં જજની જવાબદારી છોડી હતી. ૨૦૨૧ના વર્ષમાં વિશાલ દદલાનીએ આ શોમાં બ્રેક લેતાં અનુએ કમબેક કર્યુ હતું. હવે તેઓ ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા સાથે જાેડાઈ રહ્યા છે. આ શોમાં તેમની સાથે સિંગર શંકર મહાદેવન અને નીતિ મોહન પણ જજ તરીકે જાેવા મળશે.

Follow Me:

Related Posts