fbpx
અમરેલી

શ્રધ્ધાભેર અક્ષુભેર આશુરાહની અદબથી ઉજવણી

દામનગર શહેર માં શ્રધ્ધાભેર અક્ષુભેર આશુરાહ ની અદબ થી ઉજવણી ચોતરફ યા હુસેન ના નાદ સાથે ઠેર ઠેર સબીલો ઉપર ખાણી પીણી કરતા સ્ટોલ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાન માં અદબ થી નમાજ અદા કરતા મુસ્લિમ  બિરાદરો એ સ્વજનો ને શ્રાધ્ધ તર્પણ સાથે શહાદતો ને યાદ કરી નમાજ રોજા કર્યા કોમી એકતા નો દર્શનીય નજારો ઠેર ઠેર કરબલા ના શહાદત ને તાદ્રશ્ય કરાવતા કલાત્મક તાજીયા ના માર્ગ માં હિન્દૂ મહિલા દ્વારા શહેર ના મુખ્ય માર્ગો ઉપર પાણી પાણી સ્વંયમ ઈમા હુસેન ની હાજરી હોવા નો ભાસ કરાવતું.

તાજીયા સાથે નું જુલુસ મોટાપીરબાપા ની દરગાહ ખાતે થી પ્રસ્થાન થઈ  શહેર ભર ના રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફર્યું યા હુસેન ના નાદ સાથે ઝુલુસ જે માર્ગો ઉપર થી પસાર થયું ત્યાં ઠેર ઠેર દર્શન માટે લાઈનો લાગી હતી ચાર તાજીયા અને અશ્વ ની દર્શનીય કૃતિ સાથે કલાત્મક તાજીયા ના દર્શન કરી મન્નત માનતા દોરા આખડી બાઘા શ્રીફળ અગરબત્તી  ચડાવતા શ્રધ્ધાળુ ભાવિકો સમગ્ર તાજીયા ના રૂટ ઉપર ઠેર ઠેર શરબત ખાણી પીણી ના હિન્દૂ સંગઠનો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા.

ઈમા હુસેન ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા દ્રશ્યો સાથે ચોંકારો લેતા યુવાનો ના વિશાળ ઝુલુસ ફરતે સમગ્ર દામનગર પોલીસ સ્ટાફ દ્વારા પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં ઓન બોડી કેમેરા સાથે સતત ખડેપગે પોલીસે બંધોબસ્ત અપાયો હતો અને કલાત્મક તાજીયા ના સમગ્ર રૂટ ઉપર PGVCL ડિવિઝન સ્ટાફ દ્વારા બજારો ના વીજ લાઈનો થી કલાત્મક તાજીયા  સુરક્ષા જાળવી હતી પુરા અદબ થી આશુરાહ પર્વ ની શ્રધ્ધાભાવ થી કરબલા ના શહાદતો ને યાદ કરી ઉજવણી કરાય હતી 

Follow Me:

Related Posts