અમરેલી

દામનગરના રાભડા પ્રાથમિક શાળામાં ૧૧૬ માં સ્થાપના દિનની ઝાઝરમાન ઉજવણી

તારીખ ૯/૮/૨૨  ના રોજ રાભડા પ્રાથમિક શાળા ખાતે ૧૧૬ માં સ્થાપના દિનની કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ ભરતસિંહજી ગોહિલ, ગામના અગ્રણીઓ દાનુભા તખુભા ગોહિલ, ધીરુભાઈ જીવરાજભાઈ મેરુલિયા, ડાહ્યાદાદા મેરુલિયા, ઇશ્વરભાઇ મેરુલિયા, ગોબરભાઇ મેરુલીયા તથા એસએમસી રાભડા ના અધ્યક્ષ તથા સભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બહોળી સંખ્યામાં વાલીઓની હાજરીથી ઉજવણીમાં ચાર ચાંદ લાગ્યા હતા.

શાળાના બાળકો દ્વારા ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા શાળાના બાળકોને હિંમતભાઈ વલ્લભભાઈ મેરુલિયા તથા જયદીપભાઇ કાળુભાઈ ચૌહાણ દ્વારા અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી માટે આચાર્યશ્રી જયેશભાઈ તથા શિક્ષકો મીનાબેન, જાગૃતીબેન, ધર્મિષ્ઠાબેન, મહેશભાઈ તથા સનિલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપેલ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મોટકા દ્વારા કરવામાં આવેલ હતું.

Related Posts