નિલકંઠ વિદ્યાપીઠ – તળાજામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી
તળાજા વાઈલ્ડ લાઈફ રેન્જ દ્વારા નિલકંઠ વિદ્યાપીઠ – તળાજા ખાતે સિંહ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન્ય પ્રાણી સિંહ વિશે માર્ગદર્શન, જનજાગૃતિ કાર્યક્રમ તથા બાળકો દ્વારા સિંહના મ્હોરા પહેરી વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. આર.આઈ. જીંજુવાડીયા સાહેબ, તળાજા વાઇલ્ડ લાઇફ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ ડોડિયા, સી.આર.સી. કો.ઓર્ડિનેટર ત્રાપજ અને તાલુકા સંયોજક મહેન્દ્રસિંહ ગોહિલ,સી.આર. સી કો.ઓર્ડિનેટર તળાજા નં.૧ મહેન્દ્રભાઈ મકવાણા, નિલકંઠ વિદ્યાપીઠ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરી આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડૉ.દલપતભાઈ ડી.કાતરિયા અને રેવતસિંહ પી.સરવૈયા સહિત સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નિલકંઠ વિદ્યાપીઠ ના શ્રી જે. પી.સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું
Recent Comments