ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા .૦૯ / ૦૮ / ૨૦૨૨ ના રોજ બગસરા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં અને જુના વાઘણીયા ગામે શીતલ આઇસ્ક્રીમની ફેક્ટરી પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતાં હતાં , તે દરમ્યાન બે ઇસમો એક ઇક્કો ફોરવ્હીલ લઇને નીકળતાં , જે રોકી , ચેક કરતાં , તેમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરી કરી મેળવેલ વ્હીલ પ્લેટ તથા ટાયર હોય , જે ચોરી કરીને અથવા છળકપટ કરી , મેળવેલ હોવાનું જણાતું હોય , બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . →
પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) વિજયભાઇ ઉર્ફે ટીણો હેમુભાઇ ઉર્ફ હિમ્મતભાઇ ઓત્રાદીયા , ઉ.વ .૩૫ , ધંધો.ખેતી / ડ્રાઇવીંગ , રહે.કંધેવાળીયા / જનડા , રામદેવીપીરના મંદિર પાસે , તા.વિછીંયા , જિ.રાજકોટ ) ૨ ( રાજેશભાઇ રૂપસંગભાઇ બાવળીયા , ઉં.વ .૨૪ , ધંધો.ખેતી , રહે.કંધેવાળીયા / જનડા , મોઢુકા રોડ , વાડીમાં , તા.વિછીયા , જિ.રાજકોટ
→ પકડાયેલ મુદ્દામાલઃ ( ૧ ) ફોરવ્હીલ ગાડીઓના નવા તથા જુના ટાયર અને વ્હીલ પ્લેટ , કુલ નંગ -૧૩ , કિં.રૂ .૪૪,૦૦૦ / ( ર ) મારૂતિ સુઝુકી કંપનીની ઇક્કો સ્ટાર , રજી નં . GJ – 03 – LB – 6910 , કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ .૨,૪૪,૦૦૦ / – નો મુદ્દામાલ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments