નૂપૂર શર્માના બધા કેસ દિલ્હી ટ્રાન્સફર
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. તેની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસને સર્વોચ્ચ અદાલતે દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે. આ પહેલાં ૧૯ જુલાઈએ જસ્ટિસ સૂર્યકાંત અને જમશેદ પારડીવાલાની બેંચે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલામાં નૂપુરની ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે ૮ રાજ્યોમાં નોંધાયેલી હ્લૈંઇ દિલ્હી ટ્રાન્સફર કરવાની નોટિસ જારી કરી હતી. સુનાવણી દરમિયાન આજે નૂપુરના વકીલ મનિંદર સિંહે કહ્યું કે ઘણા પક્ષોના જવાબ આવ્યા નથી.
પશ્ચિમ બંગાળથી અમને વારંવાર સમન્સ આવી રહ્યું છે. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે અમે દંડાત્મક કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ મનિંદરે કહ્યુ કે તે સારૂ થશે જાે બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે. ત્યારબાદ જસ્ટિસે પૂછ્યુ કે ૧૯ જુલાઈએ અમારી સુનાવણી બાદ શું કોઈ અન્ય હ્લૈંઇ થઈ છે? જસ્ટિસે કહ્યુ કે, અમે બધી હ્લૈંઇ ને એક સાથે દિલ્હી ટ્રાન્સફર કરી દેશું. તેના પર મનિંદરે કહ્યુ કે, હ્લૈંઇ રદ્દ કરવવા માટે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજીને મંજૂરી મળે. તેના પર જજે કહ્યું કે હા તે કરવામાં આવશે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના વકીલ મેનકા ગુરૂસ્વામીએ કહ્યું કે દિલ્હીમાં નોંધાયેલી જે હ્લૈંઇને પહેલી હ્લૈંઇ ગણાવવામાં આવી રહી છે, તેમાં નૂપુર આરોપી નહીં ફરિયાદકર્તા છે. જજે કહ્યું તો પહેલી હ્લૈંઇ કઈ છે, જેમાં નૂપુર આરોપી છે?
મેનકાએ જણાવ્યું કે તે હ્લૈંઇ મુંબઈની છે. મનિંદર સિંહે તેના પર કહ્યું કે નૂપુરના જીવ પર ખતરાને ધ્યાનમાં રાખવામાં આવે. જસ્ટિસે કહ્યું કે અમે દિલ્હીમાં ટ્રાન્સફર કરીશું. મેનકાએ તેના પર વ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે આ ખોટું હશે. પ્રથમ એફઆઈઆર મુંબઈની છે. તેના પર જસ્ટિસે કહ્યું કે તપાસ એજન્સી (દિલ્હી પોલીસ) પોતાનું કામ કરી લેશે. જસ્ટિસ સૂર્યકાંતે આદેશમાં કહ્યુ, અરજીકર્તા (નૂપુર શર્મા) એ તેના પર નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવા કે પછી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી જેથી એક જ એજન્સી તપાસ કરે.
૧ જુલાઈએ અમે માંગ નકારી હતી. પરંતુ બાદમાં નવા તથ્ય અમારી સામે આવ્યા. કોર્ટે કહ્યું કે અમે એફઆઈઆર રદ્દ કરવાની માંગ પર કોઈ આદેશ આપી રહ્યાં નથી. તે માટે અરજીકર્તા દિલ્હી હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે અરજીકર્તાના જીવ પર ગંભીર ખરતા પર વિચાર કર્યો છે. અમે તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરી રહ્યાં છીએ. બધાની તપાસ દિલ્હી પોલીસ કરશે.
Recent Comments