ગુજરાત

વાલિયાથી સુરત માર્ગ પર એસઓજીએ ૭૬ કિલો ગાંજા સાથે ૪ની ધરપકડ

વાલિયા ચોકડી થી સુરત જવાના માર્ગ ઉપર રાતે એસ.ઓ.જી પી.આઈ. વી.કે.ભૂતિયા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ વોચમાં હતા.ત્યારે ૪ પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ લઈ નજરે પડ્યા હતા. જેઓને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસે તેની પાસે ની ચાર ટ્રાવેલ બેગ ખોલાવતા તેના ખાખી સેલોટ પથી વિટાળેલા ૩૮ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટને ખોલીને જાેતાં અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજાે મળી આવ્યો હતો. પોલીસે એફએસએલ ને બોલાવી તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા. જે સેમ્પલ આધારે એફ.એસ.એલ જે ઝડપાયેલ વનસ્પતિ જન્ય પ્રદાર્થ ગાંજાે હોવાની પુષ્ટિ કરતા જ એસ.ઓ.જી ની ટીમ ૭૬ કિલો ૩૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ૭.૬૩ લાખને જપ્ત કર્યો હતો.

અને ગાંજાે લઇ આવેલ ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકામાં આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજ ચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની ૩ મોબાઈલ સાથે કુલ રૂપિયા ૭.૬૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જીઆઇડીસી પોલીસ નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં અંકલેશ્વર મીરાનગર માં થયેલ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા હત્યારા પાસેથી ઝડપી પાડેલ દેશી તમંચા બિહાર થી આવ્યો હોવાનું ખુલ્યું હતું. તો અંકલેશ્વર ની યુનિયન બેંક લૂંટ માં પણ બિહારી ગેંગ ની સંડોવણી સામે આવી હતી.

ગંભીર ગુના માં પરપ્રાંતીય ઈસમો હવે વધુ એક સંડોવણી સામે આવતા ઓરિસ્સા ના ઈસમો માદક પદાર્થ એવો ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડી વધુ એક પરપ્રાંતીય ઈસમો લીક ઝડપી પાડી હતી. વાલિયા ચોકડી પાસે ૪ ઈસમો ટ્રાવેલ બેગ માં ગાંજાે લઇ આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે ૭૬ કિલો ગાંજાે જપ્ત કર્યો હતો અને તેઓ આ ગાંજાે ઓરિસ્સાથી ટ્રેનમાં બેસી અંકલેશ્વર આવ્યા હતા ત્યાંથી વાલિયા ચોકડી થઇ સુરત ખાતે જવાના હતા.

આ આરોપીઓની અન્ય કોઈ લિંક છે કે કેમ તેમજ નશીલા પ્રદાર્થની હેરફેરમાં અન્ય કોઈ લિંક છે કે કેમ તે તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે.ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને જીઆઇડીસી પોલીસે વધુ એક દરોડામાં ઓરિસ્સાથી વાયા અંકલેશ્વર થઇ સુરત ગાંજાેની હેરફેર કરતા ૪ ઈસમને ઝડપી પાડ્યા હતા. એસઓજી અને જીઆઇડીસી પોલીસ વાલિયા ચોકડી નજીક ગાંજાનો ૭૬ કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૪ કેરિયર ઓરિસ્સાથી અંકલેશ્વર થઇ સુરત ગૃહમંત્રીના હોમ ટાઉનમાં લઇ જવાતો હતો. પોલીસે ૭૬ કિલો ગાંજાે કિ.રૂ.૭.૬૩ લાખના સાથે ૪ આરોપી ટ્રાવેલિંગ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

Follow Me:

Related Posts