વડીયામાં કોંગ્રેસની મોંઘવારી મુદ્દે રેલી અને વિરોધ પ્રદર્શન

વડીયામા કોંગ્રેસ દ્વારા દેશમા બેરોજગારી અને મોંઘવારી મુદે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. આ ઉપરાંત મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતુ. વડીયામા ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીના કાર્યાલય ખાતે કોંગીના કાર્યકરો એકઠા થયા હતા અને મોંઘવારી તેમજ બેરોજગારી મુદે કાર્યાલય ખાતેથી રેલી કાઢી હતી. ગેસ સિલીન્ડર અને બેનરો સાથે રેલી કાઢી હાય રે મોંઘવારીના સુત્રોચ્ચાર કરાયા હતા. મોંઘવારીના માર બાબતે યુથ કોંગ્રેસના પ્રમુખમા મોનિલ ગોંડલીયા, ભૌમિક પાંધી, હર્ષ તેરૈયા, જુનેદ ડોડીયા, વાજસુરભાઇ વાળા વિગેરે આગેવાનો રેલીમા જાેડાયા હતા.
કોંગી કાર્યકરો અને આગેવાનો રેલી મારફત મામલતદાર કચેરીએ ધસી ગયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અહી ધર્મેન્દ્ર પાનસુરીયા, રવજીભાઇ પાનસુરીયા, દિલીપભાઇ શીંગાળા, અમરૂભાઇ, હકાભાઇ, ઇશાક જેઠવા, અફઝલભાઇ, રાજુભાઇ ભેંસાણીયા, નિલેશભાઇ દેવમુરારી સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા. બાબરામા યુથ કોંગ્રેસ અને સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી અને બેરોજગારી મુદે આજે વિરોધ પ્રદર્શન કરાયું હતુ. અહી પ્રભાતભાઇ કોઠીવાળ, રાજુભાઇ કનાળા, જસ્મતભાઇ ચોવટીયા, વિજયભાઇ, સનાભાઇ, ધીરૂભાઇ સહિત આગેવાનોએ બેનરો પ્રદર્શિત કરી વિરોધ નોધાવ્યો હતો.
Recent Comments