fbpx
રાષ્ટ્રીય

કેટલી ભાષાઓની જનની છે સંસ્કૃત?

આજે છે વિશ્વ સંસ્કૃત દિવસ.સંસ્કૃત એટલે એ ભાષા જેમાં આપણા શાસ્ત્રો લખાયા છે. સંસ્કૃત એટલે એ ભાષા જે અનેક ભાષાઓની જનની છે. કહેવાય છે આપણા દેવો પણ સંસ્કૃત બોલે છે. એટલે જ એને દેવોની ભાષા કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન ભાષાથી લોકોને વિમુખ થતા બચાવવા માટે જ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત એક એવી ભાષા છે જેમાંથી અસંખ્ય ભાષાઓ નિકળી છે. આધુનિક જમાનમાં પણ સંસ્કૃતની પ્રાસંગિકતા કાયમ છે. માત્ર ભારતીય જ નહીં વિદેશની કેટલીક ભાષાઓના મૂળ પણ સંસ્કૃતમાં છે.

સંસ્કૃત દેશના કેટલાક રાજ્યોની આધિકારીક ભાષા પણ છે. સૌથી મોટી વાત એ છે કે, આ એક એવો દિવસ છે જે હિંદુ કેલેન્ડર અનુસાર મનાવવામાં આવે છે. એટલે કે દર શ્રાવણ મહિનાની પૂનમે આ દિવસ મનાવાયા છે. એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તેની તારીખ અલગ અલગ હોય છે. આ દિવસ મનાવાનો હેતુ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના પુનરુદ્ધાનો અને તેના ચલણને વધારવાનો છે. ભારતની પ્રાચીનતમ ભાષાઓમાંથી એક સંસ્કૃતમાં સંવાદ લગભગ ૩૫૦૦ વર્ષથી કરવામાં આવી રહ્યો છે. હિંદુ સભ્યતાના અનેક શાસ્ત્ર, વેદ, ગ્રંથ, પુરાણ, કથાઓ સંસ્કૃતમાં જ લખેલા છે.

વર્ષ ૧૯૬૯માં પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ખાસ પ્રયાસો પણ કરવામાં આવે છે, સંસ્કૃત દિવસ શ્રાવણની પૂનમે એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે પ્રાચીન કાળના ભારતમાં આ દિવસે શૈક્ષણિક સત્ર શરૂ થતું હતું. પોષ મહિનાની પૂર્ણિમાથી શ્રાવણ મહિનાની ચૌદશ સુધી અધ્યયન બંધ રહેતું હતું. બાદમાં શરૂ થઈ પોષ પૂનમ સુધી ચાલતું હતું

Follow Me:

Related Posts