વડોદરાની યુવતીએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે લગ્ન પહેલાથી જ પતિ શારીરિક સંબંધ બાંધવા માટે અસક્ષમ હોવા છતાં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમજ તેની સાથે લગ્ન કર્યાના આઠ મહિના બાદ પણ બંને વચ્ચે શરીર સંબંધ નથી બંધાયા અને પતિ કેનેડા જતો રહ્યો છે. પતિની ગેરહાજરીમાં સાસરિયાં તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. તેના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં મુંબઇના કાંદીવલીમાં રહેતા આયુષ મયુરભાઇ મહેતા સાથે થયા હતા.
લગ્નમાં સાસરિયાંઓને કહેવાથી ૨૫ તોલા સોનું અને પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય વસ્તુઓ આપી હતી. લગ્નની રાત્રે વડોદરાની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જાે કે પરણ્યાની પ્રથમ રાત્રે જ પતિ થાકી ગયો છું તેમ કહીને ઉંઘી ગયો હતો. લગ્ન બાદ પ્રિયા પતિ સાથે સાસરી મુંબઇમાં ગઇ હતી. જ્યાં પાંચ દિવસ સુધી પતિ કોઇને કોઇ કારણસર રાત્રે ચાર વાગ્યા આસપાસ તેના રૂમમાં આવતો અને ઉંઘી જતો. થોડા દિવસ બાદ તેઓ માલદિવ ખાતે હનીમૂન માટે ગયા હતા. જ્યાં પણ બે દિવસ સુધી પતિ રાત્રે ઉંધી જતો, જેથી પત્નીએ સામેથી શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કરતા પતિએ ઝઘડો કર્યો હતો.
દરમિયાન પ્રિયાને જાણવા મળ્યું હતું કે, તેનો પતિ શરીર સંબંધ બાંધવા માટે અસક્ષમ અને તેણે પતિને ડોક્ટર પાસે જવા જાણાવ્યું હતું. પરંતુ પતિ આ વાતને લઇને ઝઘડો કરી પ્રિયા સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. તેમજ જાે તે આ અંગે કોઇને જાણ કરશે તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. લગ્નના થોડા મહિના બાદ પતિ આયુષ કેનેડા ગયો હતો. જેથી પ્રિયાને પણ કેનેડા જવાની પ્રોસેસ માટે ખર્ચ પેટે પાંચ લાખ રૂપિયા તેની સાસરીમાંથી લાવીને આપવા પડ્યા હતા. જાે કે પતિ કેનેડાથી મુંબઇ સાસરીમાં રહેતી પ્રિયા સાથે ફોન પર પણ ઝઘડા કરતો અને અપશબ્દો કહેતો હતો.
જેથી પ્રિયાએ આ અંગે સાસુ અને નણંદને જાણ કરી હતી. પરંતુ સાસરિયાંઓએ પ્રિયાને કહ્યું હતું કે તું આ અંગે બહાર કોઇને કહીશ નહીં. જાે બહાર બધાને ખબર પડશે તો આયુશ આત્મહત્યા કરી લેશે. જેથી પ્રિયા મહિનાઓ સુધી આ બધું સહન કરતી રહી. જાે કે થોડા દિવસો બાદ સાસુ અને નણંદે પ્રિયા નાની-નાની વાતોમાં ઝઘડા શરૂ કરી દીધા હતા અને તારા ગળામાં રહેલું મંગળસૂત્ર આપીને તારા પિતાના ઘરે જતી રહે તેમ કહ્યું હતું.
જેથી પ્રિયા પરત પિયર વડોદરા આવી ગઇ હતી અને પરિવારને આ અંગે જાણ કરી હતી. પ્રિયાએ આ સમગ્ર મામલે જે.પી.પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે તેમજ તેમાં જણાવ્યું છે કે લગ્નના દસ મહિના થવા આવ્યા પણ પતિ સાથે તેના ક્યારેય શરીર સંબંધ રહ્યા નથી.
Recent Comments