રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભુવન ખાતે રક્ષાબંધનના દિવસે સમૂહ ભોજન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભુવન ખાતે તા. 11/8/22 ના રોજ રક્ષાબંધન ના દિવસે સમૂહ ભોજન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ નુ આયોજન રાજગોર બ્રાહ્મણ વ્યવસ્થાપક સમિતિ અને નવયુવક મંડળ દ્રારા કરવા મા આવેલ. આ કાર્યક્રમ નુ દિપ પ્રાગટ્ય માનવમંદિર ભક્તિબાપુ ના વરદ હસ્તે રાખેલ. જ્ઞાતિ મહાનુભાવો ના વરદ હસ્તે તેજસ્વી વિધાર્થી ને પ્રોત્સાહિત અને પ્રમાણપત્ર આપવા મા આવેલ.
ખુબ વિશાળ સંખ્યા મા જ્ઞાતિ બંધુઓ એ બપોર નુ ભાવતુ ભોજન સાથે લીધુ. આ કાર્યક્રમ ને સફળ બનાવ માટે વ્યવસ્થાપક કમિટી ના પ્રમુખ અશોકભાઈ મહેતા, રતિભાઈ જોષી, અનીલભાઈ મહેતા,રમેશભાઈ રવિયા, ચંદ્રકાંતભાઈ મહેતા, શૈલેષભાઈ ભરાડ, હરેશભાઈ બોરીસાગર, પીડી જોષી અને બળવંતભાઈ મહેતા તેમજ નવયુવક મંડળ ના પ્રમુખ દેવર્ષિ બોરીસાગર અને તેમની સમગ્ર ટીમ દ્રારા જહેમત ઉઠાવી હતી.સમ્રાટ કાર્યક્રમ નુ સંચાલન વિજયભાઈ મહેતા અને રમેશભાઈ રવિયા દ્રારા કરવા મા આવેલ. કાર્યક્રમ મા ઉપસ્થિત સંતો, મહાનુભાવો,દાતાશ્રીઓ અને વિધાર્થી નુ શાબ્દીક સ્વાગત બળવંતભાઈ મહેતા દ્રારા કરવા મા આવેલ.
Recent Comments