વડોદરામાં રોડ પર જુગાર રમતા ૮ વેપારીઓ ઝડપાયા, ૯.૨૪ લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા શહેરમાં પોલીસ તંત્રની ચાંપતી નજર હોવા છતાં શ્રાવણીયો જુગાર સોળે કળાએ ખીલ્યો છે. ત્યારે વડોદરા શહેર પીસીબી પોલીસે શહેરના વાઘોડિયા રોડ જુના બાપોદ જકાત નાકા પાસે આવેલ પ્રિતમ નગર સોસાયટીમાં એક મકાનમાં રમાઈ રહેલા જુગાર ઉપર દરોડો પાડી જુગાર રમતા ૮ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસે જુગારના દાવ પરથી રૂપિયા ૫.૧૯ લાખ રોકડા મળી કુલ રૂપિયા ૯.૨૪ લાખનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે પાણીગેટ પોલીસે ડભોઇ રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મંત્રી આશિષ દલવાડી સહિત ૧૧ વ્યક્તિઓની રૂપિયા ૪૧ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા રોડ જુના બાપોદ જકાતનાકા પાસે આવેલ પ્રીતમ નગર સોસાયટીમાં રહેતા પ્રદિપકુમાર ઉર્ફે મુકેશભાઇ બંશીલાલ શાહના ડી-૭૨ નંબરના મકાનમાં જુગાર રમાતો હોવાની પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી.
જે માહિતીના આધારે પી.સી.બી.એ દરોડો પાડયો હતો. અને આઠ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ૫,૧૯, ૬૦૦ રોકડા, એક કાર. ટુ વ્હીલર ૭ મોબાઇલ ફોન વગેરે મળીને રૂપિયા ૯,૨૪,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રિતમ નગરમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ વેપારીઓની ધરપકડ કરતા વિસ્તારમાં ભારે ચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રદિપભાઇ ઉર્ફ મુકેશભાઇ શાહ તમામને પોતાના ઘરે જુગાર રમવા માટે બોલાવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments