fbpx
ગુજરાત

તરસાલીમાં એક વૃદ્ધનું કારની અડફેટે મોત થયું

શહેરમાં ૨૪ કલાકમાં માર્ગ અકસ્માતના ૫ બનાવોમાં મહિલા સહિત ૫ વ્યક્તિનાં મોત થયાં હતાં. જેમાં તરસાલીમાં પુત્રને બસમાં મૂકી પરત જતા વૃદ્ધનું કારની અડફેટે મોત થયું હતું. પ્રતાપ નગર દત્ત નગર પાસે રહેતાં ૨૮ વર્ષીય ગીતા રિન્કુ દોઢ વર્ષના પુત્રને બીમારીને પગલે નાની શાકમાર્કેટ નજીકના મંદિરે દર્શન કરાવી અને ધાર્મિક વિધિ પતાવી ૧૧મીએ રાત્રે પરત ફરી રહી હતી. દરમિયાન તેઓ બાઈક પરથી પડી ગયાં હતાં.

જેમનું સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. બીજા બનાવામાં કરજણ જૂના બજાર પાસે રહેતા ૪૭ વર્ષીય ધર્મેન્દ્ર પરમાર જીઆઇડીસીમાં ફરજ બજાવતા હતા. રાત્રે મોપેડ લઇ તેઓ વડદલાથી તરસાલી બ્રિજ પાસેથી પસાર થતી વેળા સ્લિપ થઈ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ત્રીજા બનાવમાં અનગઢ ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મિત્રોએ ન્યૂ વીઆઇપી રોડ ખોડિયાર નગર ખાતે રહેતા મિત્ર રામ બહાદુર વિશ્વકર્માને હાઇવે પાસે બાઈક બંધ થયેલી હાલતમાં જાેતાં તેને મોપેડ ઘરે મૂકવા જતા હતા.

દરમિયાન મોપેડ સ્લિપ થતા ૩૦ વર્ષીય રામ બહાદુરનું મોત થયું હતું. ચોથા બનાવવામાં ૬૫ વર્ષે ઇન્દ્રપ્રસાદ તરસાલી પાસે મોપેડ પર જતા હતા ત્યારે કાર ચાલકે અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. મકરપુરા પોલીસના જણાવ્યા મુજબ ઇન્દ્રપ્રસાદ પુત્રને નોકરીએ જવાનું હોવાથી તરસાલી પાસે આવતી બસમાં મૂકવા ગયા હતા, ત્યાંથી પરત પરથી તેમને અકસ્માત થયો હતો.

પાંચમાં બનાવવામાં જાંબુઆ બ્રિજ પાસે અમદાવાદથી વડોદરા તરફ આવી રહેલી ટેન્કરને પાછળથી ટાટા ટેમ્પોના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં ચાલક ટેમ્પામાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. અકસ્માતને પગલે ફાયરબ્રિગેડે ટેમ્પો ચાલક નાથુરે બાવાજીને બહાર કાઢ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.

Follow Me:

Related Posts