હાલોલમાં શારદા મંદિર વિદ્યાલયના બાળકો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જાેડાયા
હાલોલના ગોધરા રોડ ઉપર આવેલા શારદા વિદ્યામંદિર દ્વારા આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. શાળાના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઇ યાત્રામાં જાેડાયા હતા. યાત્રામાં પાલિકાના સભ્યો સહિતના આગેવાનો જાેડાયા હતા. આજથી રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે હાલોલ શહેર શૌર્ય, શક્તિ અને સદભાવનાના રંગે રંગાય તે માટે તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે.
આજે ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યામંદિર શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય બોલાવતા હાલોલ શહેરના માર્ગો ઉપર ફર્યા હતા. ગોધરા રોડ ઉપર આવેલી શાળા ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા હાલોલના એસટી સ્ટેન્ડ તરફના રોડ ઉપર ફરી હતી અને આજથી શરૂ થતાં હર ઘર તિરંગા અભિયાનમાં સૌને જાેડાવાનો સંદેશો આપ્યો હતો. રાષ્ટ્રની શાન એવા તિરંગાને પોતાના ઘર ઉપર ફરકાવા માટે અનુરોધ કર્યો હતો. શાળા પરિવારે વિદ્યાર્થીઓની યાત્રા અનુસાશનમાં યોજાય તે માટે પર્યાપ્ત પ્રયાસો કર્યા હતા.
Recent Comments